હૈદરાબાદ, ભારત, September 3, 2015 /PRNewswire/ --
- ભારતની ફાર્માસ્યુટિકલ રાજધાની હૈદરાબાદમાં દેશની સૌથી વિસ્તૃત એનાલીટિકલ અને કોન્ટ્રાક્ટ સર્વિસ ઇવેન્ટ
- સમગ્ર ભારતમાંથી 100થી વધારે સહભાગી પ્રદર્શકો
- મુખ્ય નિષ્ણાતો સાથે ઉદ્યોગ-કેન્દ્રિત કોન્ફરન્સ
વિશ્વનું અગ્રણી ફાર્મા વેપારી પ્રદર્શન અને કોન્ફરન્સ CPhI / P-MEC ના આયોજક UBM ઇન્ડિયાએ આજે ફાર્માલીટિકા 2015ની 2જી એડિશનનું આયોજન કર્યું હતું. HITEX એક્ઝિબિશન સેન્ટર ખાતે આ બે દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન હૈદરાબાદ ફાર્મેક્સિલના વાઇસ-ચેરમેન અને ઔરોબિન્દો ફાર્માના કાયમી ડિરેક્ટર મદન મોહન રેડ્ડી, હૈદરાબાદ ફાર્મેક્સિલના ડિરેક્ટર જનરલ ડો. પી વી અપ્પાજી, ડ્રગ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશનના ડેપ્યુટી ડિરેક્ટર અને લાઇસન્સિંગ ઓથોરિટી શ્રી એમ અમૃતા રાવ અને UBM ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કર્યું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150902/10129471-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150902/10129471-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150831/10129340 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ભારતના ફાર્મા ક્ષેત્રમાં વૃદ્ધિ પામતા વ્યવસાયની અમારી પુરવાર થયેલી કુશળતા દ્વારા સમર્થિત ફાર્માલીટિકા ભારતની સમૃદ્ધ અને સહાયક ફાર્માસ્યુટિકલ રાજધાની હૈદરાબાદમાં આદર્શ પ્લેટફોર્મ ઊભું કરવા સજ્જ છે, જેને ભારતમાં જથ્થાબંધ દવાઓના ઉત્પાદનનું શ્રેષ્ઠ કેન્દ્ર ગણવામાં આવે છે, જે ભારતની દવાની નિકાસમાં આશરે પાંચમા ભાગનો હિસ્સો ધરાવે છે.
ચાલુ વર્ષે ફાર્માલીટિકાની 2જી એડિશનમાં એનાલીટિકલ, કોન્ટ્રાક્ટિંગ, બાયોટેકનોલોજી અને ગુણવત્તા નિયંત્રણ ક્ષેત્રના 100થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો, જેમાં એરપેક ફિલ્ટર્સ એન્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, યુરેકા ફોર્બ્સ લિમિટેડ, ગાંધી ઓટોમેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, GD લેબ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, હાઇડ્રોનોટિક્સ - નિટ્ટો ગ્રૂપ કંપની, ક્લીનટેક એન્જિનીયરિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, મશીનફેબ્રિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, મેક ફાર્માટેક પ્રાઇવેટ લિમિટેડ, નેનોલેબ ઇન્ડિયા, ન્યૂટ્રોનિક લાઇફકેર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓઝોન ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ, પ્રિઝમ ફાર્મા મશીનરી,પ્રોટેક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, સ્કોટ્ટકાઇશા પ્રાઇવેટ લિમિટેડ, સીમ્ડ લેબ્સ લિમિટેડ, ટેમ્પો ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, નિરાકાર ઇન્ડસ્ટ્રીઝ, લેબટોપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, હાઇડ્રોપ્યોર અને એનાટેક સર્વિસીસ જેવી મુખ્ય કંપનીઓ સામેલ હતી.
UBM ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "ભારતમાં ગુણવત્તા, સંશોધન, નિયમન અને પર્યાવરણીય પૂર્તતાના કારણે એનાલીટિકલ અને આઉટસોર્સિંગ સેવાઓમાં મોટા પાયે વિસ્તરણ થશે તે નક્કી છે. તેના પરિણામે ભારતીય ઉદ્યોગજગતની કંપનીઓ માટે તાતી જરૂરિયાત ઉત્તમ ઉત્પાદન અને સેવાઓની ઓફર સાથે હાલની સ્થિતિમાં શ્રેષ્ઠ કામગીરી કરવાનો છે. આ ઓફરિંગની પહોંચને વ્યાપક બનાવવા અને તેના પગલે આ આકર્ષક ક્ષેત્રમાં વેપારને પ્રોત્સાહન આપવા, UBM ઇન્ડિયા ફાર્માલીટિકાની 2જી એડિશન પ્રસ્તુત કરે છે, જે એનાલીટિકલ, આઉટસોર્સિંગ, પ્રયોગશાળા, વિજ્ઞાન અને બાયોટેકનોલોજી ક્ષેત્ર પ્રત્યે પ્રતિબદ્ધ ઉદ્યોગ મંચ છે."
ફાર્મેક્સિલના ડિરેક્ટર જનરલ ડો. પી વી અપ્પાજીએ કહ્યું હતું કે, "હું હૈદરાબાદમાં ફાર્માલીટિકાની બીજી એડિશન યોજવા બદલ UBM ઇન્ડિયાનો આભાર વ્યક્ત કરું છું. તેલંગાણા અને આંધ્રપ્રદેશમાંથી એક તૃતીયાંશ ફાર્મા ઉત્પાદન થાય છે અને મોટી સંખ્યામાં API અને ફોર્મ્યુલેશન્સ સુવિધાઓ આ વિસ્તારમાં સ્થિત છે. દવાના પરિક્ષણ, ગુણવત્તા નિયંત્રણ અને ગુણવત્તાની ખાતરીમાં સંકળાયેલી ફાર્મા કંપનીઓએ ફાર્માલીટિકામાં વિવિધ પ્રદર્શકોને મળવાની તકનો ઉપયોગ કરવો જોઈએ. કંપનીઓએ અદ્યતન મશીનરી, સાધન અને સુધારેલી એનાલીટિકલ પદ્ધતિઓનો ઉપયોગ કરવાનું શીખવું જોઈએ, જે તેમને ગુણવત્તા પરીક્ષણની પદ્ધતિઓનો અમલ કરવા અને ખર્ચ કાર્યદક્ષતા લાવવા સક્ષમ બનાવશે, જેથી ભારતમાંથી નિકાસમાં વધારો થશે."
આ શોની મુખ્ય બાબત ફાર્મેક્સિલ દ્વારા ઇન્નોવેશન ગેલેરી અને બ્રાન્ડ ઇન્ડિયા પેવેલિયન હતું. અહીં IICMSના ડિરેક્ટર વેંકટ મનોહર; ફાર્મેકા કમ્પ્લાયન્સ સર્વિસીના ડિરેક્ટર જી સુંદર; સ્વતંત્ર કન્સલ્ટન્ટ રજની ઝા; ઔરોબિન્દો ફાર્માના એનાલીટિકલ હેડ સુમતિ રાવ અને ટ્રેસ એનાલીટિકલ લેબના હેડ વાસુદેવ જખણિયા જેવા મહત્ત્વપૂર્ણ નિષ્ણાતો દ્વારા ઔદ્યોગિક ચર્ચાવિચારણા સાથે પરિષદ પણ યોજાઈ હતી. આ શોના પ્રથમ દિવસે નીચે મુજબ કેટલાંક મુદ્દાઓની ચર્ચા થઈ હતી:
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની
મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
UBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
હરિ પ્રસાદ
[email protected]
+91-9618883774
MSL ગ્રૂપ
Share this article