મુંબઈ, September 2, 2015 /PRNewswire/ --
- તાજેતરમાં લોંચ થયેલા ઉત્પાદનોની રેન્જને 660 શહેરોમાંથી 30,000 પ્રી-ઓર્ડર્સ
- ઝેનફોન 2 લેઝર 5.5ના સ્ટોક સંપૂર્ણપણે વેચાઈ ગયો
સંપૂર્ણપણે નવા 3 ASUS સ્માર્ટફોન ઉપકરણો (ઝેનફોન 2 લેઝર, ઝેનફોન 2 ડિલક્સ અને ઝેનફોન સેલ્ફી) ચાલુ મહિનાની શરૂઆતમાં લોંચ થયા હતા અને 19 ઓગસ્ટ, 2015ના રોજ પ્રી-ઓર્ડર્સ માટે ઉપલબ્ધ હતા. તેને મળેલા પ્રતિસાદને જોઈને કંપનીએ આજે પુષ્ટિ કરી છે કે તેણે તાજેતરમાં લોંચ કરેલા ઉત્પાદનોની સંપૂર્ણ રેન્જને 30,000 પ્રી-ઓર્ડર્સ મળ્યાં છે. ફ્લિપકાર્ટ પાસેથી મળેલા ASUS ના અંદાજ મુજબ, 30,000 પ્રી-ઓર્ડર્સ દેશના 660 શહેરોમાંથી મળ્યાં છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150831/10129353)
ઝેનફોન 2 સાથે મળેલી જબરદસ્ત સફળતા પછી કંપની બજારના વિવિધ સેગમેન્ટને લક્ષ્યાંક બનાવવાની યોજના ધરાવે છે; એક લોકો સેલ્ફી વિશે ક્રેઝી છે (ઝેનફોન સેલ્ફી), અને બે ઉપકરણો ઝેનફોન 2 ડિલક્સ અને ઝેનફોન 2 લેસર દ્વારા શ્રેષ્ઠ સ્પેક્સ ઓફર કરવાની જોગવાઈ કરે છે.
http://www.flipkart.com/asus/zenfone-2/new-ranges?otracker=hp_nmenu_sub_electronics_0_Asus
આંતરિક અંદાજો મુજબ, ઝેનફોન 2 લેસર અત્યારે ગ્રાહકોમાં સૌથી વધુ લોકપ્રિય છે અને પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ થયાના 3જી દિવસે જ ઉપકરણનો તમામ સ્ટોક વેચાઈ ગયો હતો. લેસર 5.5' (બ્લેક કલર વેરિઅન્ટ) સૌથી વધુ પસંદગીનો રંગ છે તેવું રેકોર્ડ્સ જણાવે છે. એકલા બ્લેક રંગના જ 10,000 એકમોનું બુકિંગ થઈ ગયું હતું. અભૂતપૂર્વ માંગણી ઊભી થવાથી કંપનીના ઝેનફોન 2 લેસર 5.5'ના 100 ટકા સ્ટોકનું વેચાણ પૂર્ણ થઈ ગયું હતું. પણ ગ્રાહકોની માગને ધ્યાનમાં લઈને કંપની સ્ટોક ફરી ઊભો કરવામાં સફળ રહી હતી અને ઝેનફોન 2 લેસર 5.5' હવે ફ્લિપકાર્ડ પર પ્રી-ઓર્ડર માટે ઉપલબ્ધ છે.
ASUS વિશે
ASUS દુનિયાની ટોચની ત્રણ કન્ઝ્યુમર નોટબુક વિક્રેતા છે અને વિશ્વમાં સૌથી વધુ વેચાતા, સૌથી વધારે એવોર્ડ-વિજેતા મધરબોર્ડ્સની ઉત્પાદક છે. નવા ડિજિટલ યુગમાં અગ્રણી કંપની ASUS હાલના ડિજિટલ ઘર અને ઓફિસની જરૂરિયાતોને પૂર્ણ કરે તેવા ઉત્પાદનોને ડિઝાઇન કરે છે અને તેનું ઉત્પાદન કરે છે. કંપની મધરબોર્ડ્સ, ગ્રાફિક્સ કાર્ડ્સ, ઓપ્ટિકલ ડ્રાઇવ્સ, ડિસ્પ્લે, ડેસ્કટોપ અને ઓલ-ઇન-વન પર્સનલ કમ્પ્યુટર્સ (PC), નોટબુક્સ, નેટબુક્સ, સર્વર્સ, મલ્ટિમીડિયા ઉપકરણો, વાયરલેસ સોલ્યુશન્સ, નેટવર્કિંગ ઉપકરણો, ટેબ્લેટ્સ અને સ્માર્ટફોન્સ જેવા ઉત્પાદનોનો વિસ્તૃત પોર્ટફોલિયો ધરાવે છે. નવીનીકરણ અને ગુણવત્તા પ્રત્યે પ્રતિબદ્ધતા દ્વારા સંચાલિત ASUSને 2014માં 4,326 એવોર્ડ મળ્યા હતા અને તેની Eee PC™ સાથે PC ઉદ્યોગમાં ક્રાંતિ કરવાનો શ્રેય તેને જાય છે. વૈશ્વિક કક્ષાના 4,500 ઇજનેરોની R&D ટીમ સાથે ASUS સમગ્ર વિશ્વમાં 13,600થી વધારે કર્મચારીઓ ધરાવે છે. વર્ષ 2014માં કંપનીની કુલ આવક અંદાજે 14.5 અબજ ડોલર થઈ હતી.
વેબસાઇટ - http://www.asus.com/in/
મીડિયા સંપર્ક:
મનોજ કુમાર
[email protected]
+91-9818520082
ASUS ઇન્ડિયા
Share this article