હૈદરાબાદ, ભારત, September 1, 2015 /PRNewswire/ --
ભારતમાં એનાલીટિકલ, આઉટસોર્સિંગ અને બાયોટેક ક્ષેત્રમાં વિકાસના માર્ગે અગ્રેસર વૈશ્વિક પ્લેટફોર્મ
વિશ્વનું અગ્રણી ફાર્મા વેપારી પ્રદર્શન અને કોન્ફરન્સ CPhI/P-MEC ઇન્ડિયાના આયોજક UBM ઇન્ડિયાએ ફાર્માલીટિકા 2015ની 2જી એડિશનની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષે આ પ્રદર્શન હૈદરાબાદમાં 2જી અને 3જી સપ્ટેમ્બર, 2015ના રોજ HITEX એક્ઝિબિશન સેન્ટરના રોજ યોજાશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150831/10129340 )
ભારતના ફાર્મા ક્ષેત્રમાં વૃદ્ધિ પામતા વ્યવસાયની અમારી પુરવાર થયેલી કુશળતા દ્વારા સમર્થિત ફાર્માલીટિકા ભારતની સમૃદ્ધ અને સહાયક ફાર્માસ્યુટિકલ રાજધાની હૈદરાબાદમાં આદર્શ પ્લેટફોર્મ ઊભું કરવા સજ્જ છે, જેને ભારતમાં જથ્થાબંધ દવાઓના ઉત્પાદનનું શ્રેષ્ઠ કેન્દ્ર ગણવામાં આવે છે, જે ભારતની દવાની નિકાસમાં આશરે પાંચમા ભાગનો હિસ્સો ધરાવે છે. ફાર્માલીટિકા કોન્ફરન્સના ભાગરૂપે સત્રો અને ચર્ચાઓની સંપૂર્ણ રેન્જ મારફતે પ્રદર્શન ફાર્માસ્યુટિકલ સમુદાયને ઉદ્યોગના અદ્યતન પ્રવાહો અને એનાલીટિકલ, આઉટસોર્સિંગ, લેબોરેટરી અને બાયોટેકનોલોજી ક્ષેત્ર સાથે સંબંધિત નવીનતાઓ વિશે વાકેફ કરવામાં મદદ કરશે.
ચાલુ વર્ષે ફાર્માલીટિકની 2જી એડિશન એનાલીટિકલ, કોન્ટ્રાક્ટિંગ, બાયોટેકનોલોજી અને ગુણવત્તા નિયંત્રણ ક્ષેત્રોમાં 100થી વધારે પ્રદર્શકો ધરાવે છે, જેમાં એરપેક ફિલ્ટર્સ એન્ડ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, યુરેકા ફોર્બ્સ લિમિટેડ, ગાંધી ઓટોમેશન્સ પ્રાઇવેટ લિમિટેડ, GD લેબ સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ, હાઇડ્રોનોટિક્સ - નિટ્ટો ગ્રૂપ કંપની, ક્લીનટેક એન્જિનીયરિંગ સિસ્ટમ્સ પ્રાઇવેટ લિમિટેડ, મશીનફેબ્રિક ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, મેક ફાર્માટેક પ્રાઇવેટ લિમિટેડ, નેનોલેબ ઇન્ડિયા, ન્યૂટ્રોનિક લાઇફકેર ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ, ઓઝોન ઓવરસીઝ પ્રાઇવેટ લિમિટેડ, પ્રિઝમ ફાર્મા મશીનરી,પ્રોટેક ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ, સ્કોટ્ટ કાઇશા પ્રાઇવેટ લિમિટેડ, સીમ્ડ લેબ્સ લિમિટેડ, ટેમ્પો ઇન્સ્ટ્રુમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, નિરાકાર ઇન્ડસ્ટ્રીઝ, લેબટોપ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, હાઇડ્રોપ્યોર અને એનાટેક સર્વિસીસ જેવી મુખ્ય કંપનીઓ સામેલ છે. પ્રદર્શનમાં ફાર્મેક્સિલ દ્વારા બ્રાન્ડ ઇન્ડિયા પેવેલિયનનું પણ પ્રદર્શન થશે.
UBM ઇન્ડિયના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "અમને ભારતની ફાર્માસ્યુટિકલની રાજધાની હૈદરાબાદમાં ફાર્માલીટિકાની બીજી એડિશન જાહેર કરતા આનંદ થાય છે. આ પ્રદર્શન ફાર્મા ઉદ્યોગની અંદર પ્રીમિયમ સેગમેન્ટ્સમાં સંપૂર્ણ વેલ્યુ ચેઇનની સાથે ઉત્પાદનો અને સેવાઓ માટે અગ્રણી બજારસ્થળમાં એક બની રહ્યું છે. ફાર્માલીટિકા સહભાગી ફાર્માસ્યુટિકલ કંપનીઓને વૈશ્વિક સપ્લાયર્સ સાથે જોડાણ અને નેટવર્ક જ પ્રદાન નહીં કરે, પણ ઉદ્યોગના અદ્યતન પ્રવાહો અને તેની નવીનતાથી પણ વાકેફ રાખશે."
ફાર્માલીટિક કોન્ફરન્સ ખાતે કેટલાંક જાણીતા વક્તાઓમાં સ્વતંત્ર કન્સલ્ટન્ટ રજની ઝા, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રોમેટોગ્રાફી એન્ડ માસ સ્પેક્ટ્રોમેટ્રીના ડિરેક્ટર વેંકટ મનોહર તેમજ ઓરબિંદોના એનાલીટિકલ હેડ સુમતિ રાવ સહિત અન્ય લોકો સામેલ છે.
ફાર્માલીટિકાની પ્રથમ એડિશન બેંગાલુરુમાં વર્ષ 2014માં યોજાઈ હતી. પ્રદર્શન વિશે વધારે જાણકારી મેળવવા અને તેમાં ફ્રી એન્ટ્રી માટે રજિસ્ટર કરાવવા મુલાકાત લો -http://www.ubmindia.in/pharmalytica
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મેઇનલેન્ડ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
+91(0) 22-61727353
UBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
હરિ પ્રસાદ
MSL ગ્રૂપ
[email protected]
Share this article