ચેન્નાઇ, August 31, 2015 /PRNewswire/ --
OSH ચેન્નાઇ 2015, વ્યવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય ઉદ્યોગની જરૂરિયાતોને સંતોષતી દક્ષિણ ભારતની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય વેપાર ઘટનાએ દક્ષિણ ભારત ઉદ્યોગની સંભાવનાઓનું અને વિગતવાર યોજના (રોડમૅપ) નું પુનરુચ્ચારણ કર્યું હતું. UBM ઇન્ડિયા દ્વારા આયોજીત ટ્રેડ શોનું સમાપન 21મી ઑગસ્ટના રોજ ચેન્નાઇ ટ્રેડ સેન્ટર ખાતે થયું. અગ્રણી મહાનુભાવો શ્રી આર ભટ્ટાચાર્ય, વાઇસ ચેરમેન, ઍટૉમિક એનર્જી રેગ્યુલેટરી બોર્ડ (AERB), ભારત સરકાર; શ્રી જી.એમ.ઈ.કે. રાજ, ડિરેક્ટર જનરલ (નિવૃત્ત) ડિરેક્ટરેટ જનરલ ફેક્ટરી અડ્વાઇસ સર્વિસ ઍન્ડ લેબર ઇનસ્ટિટ્યૂટ્સ (સલાહ સેવા અને શ્રમ સંસ્થાઓ), ભારત સરકાર, શ્રમ અને રોજગાર મંત્રાલય; માઈકલ પેન, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ માર્કેટિંગ અને ઇન્ટરનૅશનલ સેલ્સ, વિલિયમસન-ડિકી મૅન્યુફેક્ચરિંગ કંપની, શ્રી માઇક બિન્ની, પ્રેસિડેન્ટ, ડિકીઝ, નોર્થ અમેરિકા, વિલિયમસન-ડિકી મૅન્યુફેક્ચરિંગ કંપની; અને મિસ્ટર રેઇનહોલ્ડ અઈઝ્નબર્થ, રિજનલ સેગમેન્ટ મેનેજર માઇનિંગ, મિડલ ઈસ્ટ/આફ્રિકા/દક્ષિણ પશ્ચિમ એશિયા અને રિજનલ માર્કેટિંગ મેનેજર, ડ્રેગર દક્ષિણ આફ્રિકા (Pty) લિમિટેડ દ્વારા શોનું ઉદઘાટન થયું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150827/10129256-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150827/10129256-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150810/10128411 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
બે દિવસના આ કાર્યક્રમે વિવિધ ઉદ્યોગોના વ્યાવસાયિકો સલામતી અને સ્વાસ્થ્ય ઉદ્યોગ માટે વૈશ્વિક અને સ્થાનિક પૂરવઠાકર્તાઓ, સુરક્ષા નિષ્ણાતો, કન્સલ્ટન્ટ, ઉત્પાદકો અને વિતરકો સાથે સંપર્કવ્યવહાર કરવા માટેનું એક ઉદ્યોગ પ્લૅટફૉર્મ પૂરું પાડ્યું. ટ્રેડ શોમાં, બે દિવસમાં લગભગ 67 કંપનીઓના ઉદ્યોગ મંડળ, 2200 થી વધુ વેપાર મુલાકાતીઓ અને 80 કૉન્ફરન્સ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પ્રખ્યાત કંપનીઓ જેવીકે, પૉલસન ઇન્ટરનૅશનલ, CIRRUS, ડિકીઝ, હનીવેલ, ડ્યૂપોન્ટ, ડ્રેગર, કૉસમોસ, ઉદ્યોગી પ્લાસ્ટિક્સ, KARAM, શ્યોર સેફ્ટી, લાઇફગિયર, એક્સેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, KEL, તારા લોહિયા, રેસ્પો પ્રોડક્ટ્સ, અલાઈડ સેફટી ઇક્વિપમેંટ્સ અને અન્યો દ્વારા આ આવૃત્તિમાં સહભાગ લેવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની મુખ્ય હાઇલાઇટ વ્યવસાયિક સલામતી અને સ્વાસ્થ્ય ઉદ્યોગ વિષેની સંવાદાત્મક વૈશ્વિક કૉન્ફરન્સ હતી જેમાં શ્રી જે સી સિકાર, એમકંપ્લાઇ ટેકનોલોજીસ સિંગાપુર Pte લિમિટેડના CEO અને સહ-સંસ્થાપક, શ્રી સ્ટીફન ફિલિપ સ્ટોરી, EHS હેવી સિવિલ ઇન્ફ્રા IC, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડના હેડ, શ્રી વી. કે. શેષાદ્રી, EHS, બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના હેડ, શ્રી અરવિંદ બોધનકર, સસ્ટેઇનેબિલીટી, હેલ્થ, સેફટી અને એન્વાઇરન્મેંટ, ટાટા મોટર્સ લિમિટેડના ગ્લોબલ હેડ અને અન્યો જેવા સુવિખ્યાત વક્તાઓનો સમાવેશ હતો. વૉક-ઇન મુલાકાતીઓ માટે પ્રમાણભૂત ક્લાસ રૂમ શૈલીની સંવાદાત્મક વર્કશોપને પણ સહભાગીઓ દ્વારા સારો પ્રતિસાદ પ્રાપ્ત થયો હતો જેમાં પ્રમુખ સંદેશ હતો કે કર્મચારીઓ અને સંસ્થાઓ વચ્ચે સલામતીની સંસ્કૃતિને કઈ રીતે ઉત્તેજન આપવું.
કાર્યક્રમના સમાપન દરમિયાન યોગેશ મુદ્રાસ, એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર, UBM ઇન્ડિયા એ કહ્યું હતું કે, "વધી રહેલા કર્મચારીબળના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટેની ઉદ્યોગની હિમાયતને અમે સમર્થન આપીએ છીએ કે જે સરકારના કાર્યક્રમ, 'કૌશલ ભારત' (સ્કિલ ઇન્ડિયા) પહેલ માટે પૂરક બને, જેનું લક્ષ્ય વૈશ્વિક ધોરણોના સ્તરોની સ્પર્ધાત્મકતાને ઉપર લાવવા માટે કર્મચારીબળના વિકાસનું હોય. એક સુરક્ષિત અને તંદુરસ્ત કર્મચારીબળ ઉત્પાદકતા વધારશે અને પરિણામે આ કાર્યક્રમોને એક વાસ્તવિકતા બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. ઉદ્યોગને વૈશ્વિક પ્રવાહો સાથે ગતિ જાળવી રાખવા અને તે સાથે જ તેમના વ્યવસાયને વધારવા અને અનુક્રમે વધતા કર્મચારીબળના હિતોના રક્ષણમાં મદદ કરવા માટે ચેન્નાઇમાં OSH ઇન્ડિયા એક સફળ પ્રયાસ રહ્યો છે. કાર્યક્રમની વર્ધિત આંતરરાષ્ટ્રીય સહભાગિતાએ, ભારતમાં આ ક્ષેત્રની વધી રહેલી સંભાવનાઓને વધુ પુષ્ટિ આપી છે."
UBM ઇન્ડિયા વિષે
UBM ઇન્ડિયા ભારતના અગ્રણી પ્રદર્શન આયોજક છે જે પોર્ટફોલિયો પ્રદર્શનો, કન્ટેન્ટ પરિષદો અને પરિસંવાદો દ્વારા ઉદ્યોગને વિશ્વભરના ખરીદદારો અને વેચાણકર્તાઓને સાથે લાવવા માટેના પ્લૅટફૉર્મ પૂરા પાડે છે. UBM ઇન્ડિયા દેશ ભરમાં દર વર્ષે 25 મોટા સ્તરના પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; અને તેના દ્વારા બહુવિધ ઉદ્યોગોની વચ્ચે વેપાર માટે સહાયતા પૂરી પાડે છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયા મુંબઇ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઇ ખાતે ઓફિસો ધરાવે છે. UBM એશિયાનું સ્વામિત્વ, UBM plc ધરાવે છે જેની લન્ડન સ્ટોક એક્સચેન્જ ઉપર યાદી થયેલ છે. UBM એશિયા, એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મેઇનલેન્ડ ચાઇના, ભારત અને મલેશિયામાં સૌથી મોટા વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે, કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ,
[email protected],
022 6172 7353,
UBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article