નવી દિલ્હી, August 25, 2015 /PRNewswire/ --
- 125 સહભાગી કંપનીઓ અને 2,700થી વધારે ઉદ્યોગ ખરીદદારો
- પેકેજિંગ અને ટેકનોલોજી, ઘટકો અને કાચા માલ, ફ્રેગરન્સ અને ફ્લેવર્સ - નવીન ઉત્પાદન પ્રદર્શન પર ઔદ્યોગિક સેમિનાર્સ અને કાર્યશાળાઓ
- ઈનોવેટીવ પ્રોડક્ટ શોકેશ (નવિનતમ ઉત્પાદનોનું પ્રદર્શન)
ધ પર્સનલ કેર ઇન્ડિયા એક્સ્પો 2015, પર્સનલ કેર, કોસ્મેટિક એન્ડ હોમ કેર ઇન્ગ્રેડિઅન્ટ્સ, મશીનરી અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ સંબંધિત સેવા પ્રદાન કરતું ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય વેપારી પ્રદર્શન છે, જે ભારતમાં ઉદ્યોગની સંભવિતતા અને ભવિષ્યની યોજનાનો પુનરોચ્ચાર કર્યો હતો. UBM ઇન્ડિયા દ્વારા આ પ્રથમ વેપારી પ્રદર્શન પ્રગતિ મેદાનમાં 21મી ઓગસ્ટે સંપન્ન થયો હતો. કોસ્મેટિક ઘટકો, કાચો માલ અને કરારબદ્ધ ઉત્પાદન, પેકેજિંગ અને મશીનરી, આયુર્વેદ અને પોષક દ્રવ્યોની મુખ્ય ઉત્પાદક કંપનીઓ એકબીજા સાથે જોડાણ કરવા, એકબીજાની કુશળતાની વહેંચણી કરવા અને આદાનપ્રદાન કરવા તેમજ વિચારોની આપલે કરવા એકત્રિત થઈ હતી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150824/10129002 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150824/10129002-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150116/10114481 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ત્રણ દિવસ ચાલેલો આ વેપારી પ્રદર્શને કોસ્મેટિક અને ઘટક ઉત્પાદકો, નિકાસકારો/આયાતકારો, વિતરકો, કન્સલ્ટન્ટ્સ અને વેપારી સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય ગ્રાહક-વિક્રેતા બેઠક માટે ઔદ્યોગિક મંચ પ્રદાન કર્યો હતો. વેપારી પ્રદર્શનમાં 125થી વધારે કંપનીઓ એકત્ર થઈ હતી, 2,700 ગ્રાહકો સામેલ થયા હતા, જેમાં કેન્યા, લિબિયા, ફ્રાન્સ અને જર્મનીના પ્રતિનિધિમંડળો સામેલ હતા. યજમાન ખરીદદારોમાં કાયા, વિશાલ પર્સનલ કેર, MCPL લિમિટેડ, એન્કર હેલ્થ એન્ડ પર્સનલ કેર લિમિટેડ, ઔરાવેદિક, ITC લિમિટેડ, મેરિકો, ઇમામી, VVF લિમિટેડ, ગોરન ફાર્મા, સીહોર્સ ફાર્મા, પરમમાઉન્ટ કોસ્મેટિક્સ અને નીવિયા લિમિટેડ જેવી પ્રસિદ્ધ કંપનીઓ સામેલ છે.
વેપારી પ્રદર્શનમાં ઉદ્ઘાટન કરવા ઉપરાંત શહનાઝ હુસૈન ગ્રૂપ ઓફ કંપનીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD), શહનાઝ હુસૈને શોના મુખ્ય આકર્ષણ ઇન્નોવેટિવ પ્રોડક્ટ શોકેશ ખાતે નવીન ઘટકો, મશીનરી અને પેકેજિંગના વિજેતાઓને એવોર્ડ એનાયત કર્યા હતા. પ્રદર્શનમાં ત્રણ દિવસ પેકેજિંગ અને ટેકનોલોજી, ડિજિટલ પેકેજિંગ, ઘટકો અને કાચો માલ, ફ્રેગરન્સ અને ફ્લેવર્સ પર શ્રેણીબદ્ધ ઉદ્યોગ સેમિનાર અને કાર્યશાળાઓ યોજાઈ હતી. તેમાં મુખ્ય વક્તાઓમાં પર્પલ હર્ડના જેમી સિડ; ક્લેરિઅન્ટ કેમિકલ્સના કવિતા ગાયકવાડ; એસ ટેકનોલોજીના વિમરેશ દરજી અને શ્રી વિનાયક મોહન; એજિલન્ટના ડૉ. અમિત ઝેનુલ; અર્જુન બીસવેક્સના વોરેન ફર્નાન્ડીઝ; સુંદરમ ટેકનોલોજીસના ગૌરાંગ થુમર; KBH પોલીમર્સ પ્રાઇવેટ લિમિટેડના એસ મુખર્જી, કોઅલ કલર્સના રિષભ દેસાઈ જેવા નિષ્ણાતો સામેલ હતા.
આ શોને ઉદ્યોગનો સારો આવકાર મળ્યો હતો, જેમાં કેમએક્સિલ - મૂળભૂત રાસાયણિક, ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક નિકાસ સંવર્ધન પરિષદ (ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ સંગઠન મંત્રાલયની પહેલ), ધ ઇન્ડિયન હોમ એન્ડ પર્સનલ કેર ઇન્ડસ્ટ્રી એસોસિએશન (IHPCIA), ફ્રેગ્રન્સીસ એન્ડ ફ્લેવર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (FAFAI), EU (યુરોપિયન યુનિયન) ચેમ્બર ઓફ કોમર્સ, ઓઇલ ટેકનોલોજિસ્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા - વેસ્ટ ઝોન (OTAI), અને ઓલ ઇન્ડિયા કોસ્મેટિક મેનુફેક્ચર્સ એસોસિએશન (AICMA)નું સમર્થન સામેલ છે.
વેપારી પ્રદર્શન સમાપન સમયે UBM ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "સામાજિક-આર્થિક કારણોથી સ્થાનિક પર્સનલ કેર બજારની વૃદ્ધિને વેગ મળ્યો છે અને આ ઉદ્યોગ માટે પ્રેરક ગુણવત્તાયુક્ત પર્સનલ કેર ઉત્પાદનો માટે આધારરૂપ ઘટકો, પેકેજિંગ અને મશીનરી કેન્દ્રસ્થાને આવી ગઈ છે. તેના પરિણામે આ પ્રદાન કરતા ઉદ્યોગ માટે પ્રતિબદ્ધ વેપારી પ્રદર્શન કે મંચને સારો આવકાર મળ્યો છે, જે અમને પ્રદર્શનમાં ઉદ્યોગ તરફથી મળેલા પ્રતિસાદમાંથી દેખાયો હતો. આ પ્રથમ વેપારી પ્રદર્શનની સફળતાએ વર્ષ 2016માં પર્સનલ કેર ઇન્ડિયા એક્સ્પો એડિશનનો માપદંડ વધારી દીધો છે."
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા ભારતમાં વેપારી પ્રદર્શનની અગ્રણી આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ,
[email protected],
+91-(0)-22 6172 7353,
UBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article