નવી દિલ્હી, August 24, 2015 /PRNewswire/ --
યુબીએમના મુખ્ય શો યુબીએમ ઇન્ડેક્સ ફેઅર્સ ઇન્ડેક્સે આજે કિચન અને બાથ ઉદ્યોગ માટે તેનું પથપ્રદર્શક પ્રદર્શન ઇન્ડિયા કિચન એન્ડ બાથ 2015 (નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 21થી 23 ઓગસ્ટ) લોંચ કર્યું હતું. આ શોનું ઉદ્ઘાટન આર્કિટેક્ટ કરણ ગ્રોવર; ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટેરિયર ડિઝાઇનર્સ (આઇઆઇઆઇડી)ના પ્રેસિડન્ટ પ્રતાપ જાધવ; હોસ્પિટાલિટી પર્ચેઝિંગ મેનેજર્સ ફોરમના ચેરમેન મોહન દેશપાંડે અને સેલિબ્રિટી માસ્ટર શેફ રણવીર બ્રાર જેવા પ્રસિદ્ધ ઉદ્યોગ ડિઝાઇનર્સ અને મહાનુભાવોની હાજરીમાં થયું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150821/10128985 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150817/10128725 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટેરિયર ડિઝાઇનર્સ (આઇઆઇઆઇડી), ઓલ ઇન્ડિયા હાર્ડવેર એસોસિએશન અને હોસ્પિટાલિટી પર્ચેઝિંગ મેનેજર્સ ફોરમ દ્વારા સમર્થિત આ ત્રણ દિવસીય પ્રદર્શન કિચન અને બાથ (રસોડા અને સ્નાન) સંબંધિત ઉપકરણ, ઓઇએમ વ્હાઇટ ગૂડ્સ, એક્સેસરીઝ, કિચન અને બાથ ફર્નિચર અને ફિટિંગ્સ, લાઇટિંગ ઉત્પાદનોમાં ગ્રાહકો અને વિક્રેતાઓને આર્કિટેકટ્સ, ઇન્ટેરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ, કન્સલ્ટન્ટસ, હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રોક્યરમેન્ટ હેડ્સ, કોર્પોરેટ અને સરકારી ક્ષેત્રો સાથે જોડ્યા હતા. પાર્સીલાનોસા, ક્વીઓ, એક્રીસિલ, ફેબર, ગોદરેજ ઇન્ટેરિયો, હેફીલ, જે.બી. ગ્લાસ, કાફ એપ્લાયન્સીસ, કોહલર, ડી.એસ. ડોર્સ, માર્મો હોમ, કોલિન્સ, નુમોબેલ, ઓસ્વાલ હાર્ડવેર, ઓયસ્ટર બાથ, પ્રેસ્ટિજ, રોયલ કિચન્સ, ટી.ઝેડ. પેનલ્સ, યુનિક ઇન્નોવેશન્સ, વિક્ટોરિનોક્સ, વિએગા જીએમબીએચ (Gmbh) અને વેલ્કોના જેવી પ્રસિદ્ધ કંપનીઓ તેમના ઉત્પાદનો અને ઓફરિંગ પ્રદર્શિત કર્યા હતા.
પ્રદર્શનની મુખ્ય વિશેષતાઓમાં ઔરા આર્ટ ડેવલપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પ્રસ્તુત સ્કલ્પચર ઝોન હતો, જેમાં સિદ્ધાર્થ, સ્વાતિ પસારી, શ્રીનિયા ચૌધરી, અસુર્વેધ, સુરેશ કુમાર અને હ્રષિકેશ જેવા કલાકારોએ શિલ્પકળાની પ્રસ્તુતિ અને નવી દિલ્હી અને મુંબઈના 12 જાણીતા આર્કિટેક્ટ્સના પ્રેરણાત્મક કાર્ય કુડોસની પ્રસ્તુતિ સામેલ છે. પ્રદર્શનના બીજા દિવસે "ડીઝાઇન...વી દેસી કે બી દેસી" પર આઇઆઇઆઇડી દ્વારા આદાનપ્રદાનયુક્ત નોલેજ સેમિનાર જોવા મળશે.
યુબીએમ ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "અત્યારે ભારતમાં મોડ્યુલર કિચનનું બજાર વર્ષ 2018 સુધીમાં 42.93 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજે વધશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે સેનિટરી વેર 12થી 15 ટકા વચ્ચેની વૃદ્ધિ જોશે. આ બંને સેગમેન્ટ યુટિલિટીમાંથી લક્ઝરી તરફનું સ્થળાંતર અનુભવી રહ્યાં છે. વર્ષ 2013 અને 2018 વચ્ચે ભારતનું લક્ઝરી બજાર સતત મૂલ્યની દ્રષ્ટિએ 86 ટકા વૃદ્ધિ પામશે તેવો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે, ત્યારે કોર્પોરેટ વાતાવરણ અને મધ્યમ વર્ગના લોકોની માથાદીઠ આવકમાં વધારાની દ્રષ્ટિએ શહેરી ભારતની વૃદ્ધિને ધ્યાનમાં રાખીએ તો આગામી વર્ષોમાં આ ઉદ્યોગમાં વધારે વૃદ્ધિ થવાની અપેક્ષા છે. આ કારણે ઉદ્યોગ દ્વારા વેપારી મંચ માટેની જરૂરિયાત ઉદ્યોગ અનુભવતો હતો. એટલે યુબીએમ ઇન્ડેક્સફેર્સ ઇન્ડિયાએ ભારતમાં આ વૃદ્ધિના માર્ગે અગ્રેસર બજાર માટે સંભવિતતાને હાંસલ કરવા અહીં રાજધાનીમાં ઇન્ડિયા કિચન એન્ડ બાથ લોંચ કર્યો છે."
યુબીએમ ઇન્ડેક્સ ફેઅર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એલ. એ. ખાને વધુ વિસ્તૃતપૂર્વક સમજાવ્યું હતું કે, "અમારા મુખ્ય ટ્રેડ શો ઇન્ડેક્સના કારણે અમે સમગ્ર ભારતમાં આર્કિટેક્ટ્સ, ઇન્ટેરિયર ડિઝાઇનર્સ અને બિલ્ડર્સ/ડેવલપર્સના સમુદાય સાથે અને મુખ્ય વેપારી અને ગ્રાહક પ્રતિનિધિઓ સાથે ગાઢ સંબંધ ધરાવીએ છીએ. ઉપરાંત અમારા વ્યૂહાત્મક જોડાણો મારફતે અમે ઉદ્યોગની વ્યાવસાયિક સંસ્થાઓ સાથે મજબૂત સંબંધ ધરાવીએ છીએ. ઉદ્યોગના જે પ્રીમિયમ સેગમેન્ટને અમે 26 વર્ષથી સેવા આપી રહ્યાં છીએ, તેનું સ્વાભાવિક વિસ્તરણ ઇન્ડિયા કિચન એન્ડ બાથ છે."
ઇન્ડિયન કિચન એન્ડ બાથની લોંચ એડિશનની જબરદસ્ત સફળતાથી પ્રેરિત થઈને યુબીએમ ઇન્ડિયાએ શોની બીજી એડિશનની જાહેરાત કરી છે, જે 8થી 10 જુલાઈ, 2016 વચ્ચે યોજાશે.
યુબીએમ ઇન્ડિયા દર વર્ષે મુંબઈમાં ભારતના સૌથી મોટા ઇન્ટેરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઇન શો ઇન્ડેક્સનું આયોજન કરે છે, જેમાં ચીન, તુર્કી, બ્રિટન અને સ્પેનમાંથી કન્ટ્રી પેવેલિયન સાથે 25,000 વેપારી મુલાકાતીઓ અને 300 પ્રદર્શકો સામેલ થાય છે.
યુબીએમ ઇન્ડિયા વિશે
યુબીએમ ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્કો
પ્રિયા બાદશાહ
યુબીએમ ઇન્ડિયા
[email protected]
અન્જલિના પ્રધાન
[email protected]
+91-11-66517646
યુબીએમ ઇન્ડિયા
Share this article