મુંબઈ, August 19, 2015 /PRNewswire/ --
યુબીએમ ઇન્ડિયા દક્ષિણ એશિયાનો ખ્યાતનામ ટ્રાવેલ ટ્રેડ શૉ SATTE (સાટ્ટે) આયોજિત કરે છે, આજે મુંબઈ સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે SATTE મુંબઈ વેસ્ટની ચોથી આવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એમ બે દિવસ (18-19 ઓગસ્ટ) ચાલનારા આ કાર્યક્રમનું ઉદધાટન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના રાજ્ય કક્ષાના મંત્રી રામ શિંદે દ્વારા કરવામાં આવ્યું હતું.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150818/10128830 )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150818/10128830-a )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150806/10128259 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
SATTE મુંબઈ વેસ્ટ પ્રાથમિક રીતે મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાની ટ્રાવેલ ટ્રેડ કમ્યુનિટીનો સમાવેશ કરે છે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુરિઝમ બોર્ડઝ, ડીએમસી, ટ્રાવેલ એજન્ટ અને ટુર ઓપરેટર્સ, એરલાઇન્સ, ઓટીએ, હોટલો, રિસોર્ટ અને આઇટી કંપનીઓ તેમજ અન્યોની ભાગીદારી ધરાવે છે. આ પ્લેટફોર્મના માધ્યમથી ઉદ્યોગજગતના ઉત્તમ ઉત્પાદનો અને સર્વિસ પ્રોવાઇડરો પણ ક્ષેત્રની અંદર રહેલી વ્યાપારની અપાર સંભાવનાઓ અને મજબૂત ભાગીદારી સ્થાપિત કરવા ભાગ લે છે.
ઉદઘાટન સમારોહમાં મહારાષ્ટ્ર સરકારના પ્રવાસન મંત્રી શ્રી રામ શિંદે જણાવ્યું હતું કે, "હું સૌપ્રથમ તો યુબીએમ ઇન્ડિયાને આ સફળ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવું છું. SATTE એ પ્રવાસન ઉદ્યોગ અને તેના હિસ્સેદારો માટે વિશિષ્ટ તક છે. અમે હંમેશા વિકાસની સંભાવનાઓ અને જાગૃતિ વધારવા માટે આગળ વિચારતા રહીએ છીએ અને હું આ તક મહારાષ્ટ્ર માટે ઝડપી લેવા માગું છું. મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરવાની તક પૂરી પાડવા માટે હું અહીં ઉપસ્થિત તમામ લોકોનો અને SATTE મુંબઈ વેસ્ટનો ફરી એકવાર આભાર માનું છું. મહારાષ્ટ્રના પ્રવાસનના વિકાસ માટે હું સીમાપાર પણ ગઠબંધન કરવા માગું છું."
મહત્વના પ્રદર્શક જેવા કે, રાજસ્થાન ટુરિઝમ, મહારાષ્ટ્ર ટુરિઝમ, છત્તીસગઢ ટુરિઝમ, ઉત્તર પ્રદેશ ટુરિઝમ, ઝારખંડ ટુરિઝમ, મધ્ય પ્રદેશ ટુરિઝમ, ટર્કિશ કલ્ચર એન્ડ ટુરિઝમ ઑફિસ, ઇએનઆઇટી ઇટાલિયન નેશનલ ટુરિસ્ટ બોર્ડ, ટુરિઝમ મલેશિયા, ટુરિઝમ ફિજી, નિમરાણા હોટેલ્સ, ઓયોરૂમ્સ, ઝેડઓ રૂમ્સ, ઇન્ટરગ્લોબ એવિયેશન લિમિટેડ (ઇન્ડિગો), ઇન્ટરનેટ મુઘલ્સ, ટી એસ્ટેટ ઇન્ડિયા, ગ્રેડ વન ઇવેન્ટ્સ, યુનાઇટેડ ટ્રાવેલ્સ અને ટુર્સ ફ્રોમ સિંગાપુર દ્વારા ટ્રેડ શૉમાં કેટલાક તદ્દન નવા સ્થળો અને પ્રસ્તાવોની રજૂઆત કરવામાં આવી હતી.
યુબીએમ ઇન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર, યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, "ઇન્ડસ્ટ્રીના રિપોર્ટ્સ મુજબ, ભારતનો પશ્ચિમ ભાગ કે જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને તેને સંલગ્ન વિસ્તારોનો સમાવેશ થાય છે તે, 10% સ્થાનિક અને 25% વિદેશી મુલાકાતીઓ ધરાવે છે. આથી વિશેષ, ગ્લોબલ ડેસ્ટિનેશન સિટીઝ ઇન્ડેક્સ ચાર્ટ મુજબ, મુંબઈ આર્થિક રાજધાની અને પશ્ચિમ ભારતનું બારું હોવા સાથે આતંરરાષ્ટ્રીય ઓવરનાઇટ વિઝિટર્સની દ્રષ્ટિએ ટોપ 10 ઝડપથી વિકસી રહેલા શહેરોની એશિયા પેસિફિકની યાદીમાં ભારતનું એકમાત્ર પ્રતિનિધિત્વ છે. આ વર્ષના પ્રથમ ભાગમાં આશરે 47.5 લાખ લોકો મુંબઈમાં એકરાતમાં રોકાયા હોવાનું નોંધાયું છે, જે છેલ્લા પાંચ વર્ષમાં એકરાતમાં કોઈ શહેરમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ રોકાયા હોવાનો એક વિશ્વવિક્રમ છે. SATTE મુંબઈ વેસ્ટ ટ્રાવેલ ટ્રેડ કમ્યુનિટીને તેમનો બિઝનેસ આગળ ધપાવવા તેમજ આ શહેરમાં રહેલી સંભાવનાઓ અને આ ક્ષેત્રના ટુરિઝમ માર્કેટને કબજે કરવા માટે પ્રયાપ્ત તકો પૂરી પાડવા કુશળતાપૂર્વક સક્ષમ છે."
કોન્ફરન્સના સેશનમાં મુંબઈને સ્થાપિત થયેલું બારું અને સુરત, નાસિક અને નાગપુર જેવા ટાયર-II શહેરોને આ ક્ષેત્રના ઉભરતા માર્કેટ તરીકે આગળ લઈ આવવાનારા મહત્વપૂર્ણ શહેર તરીકે ઉલ્લેખિત કરવામાં આવ્યું હતું.
'પશ્ચિમ ભારતઃ વણખેડાયેલું સ્થાનિક પ્રવાસન?' વિષય પર થયેલી પ્રથમ પેનલ ચર્ચામાં પ્રતિ વર્ષ સતત વિકસી રહેલા સ્થાનિક પ્રવાસન જેવા ક્ષેત્રની આડે આવતી સમસ્યાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચા માટે એમટીડીસીના સંયુક્ત એમડી મુરારી મોહન ઝા અને સતિષ સોનીના નેતૃત્વમાં બનેલી પેનલમાં; પવન જૈન, ડેપ્યુટી ડિરેક્ટર (ઇન્વેસ્ટમેન્ટ), રાજસ્થાન ટુરિઝમ; અભિજિત પાટીલ, ચેરમેન, રાજા-રાણી ટ્રાવેલ્સ; યુસુફ પૂનાવાલા, હેડ - ભારત દેખો, કોક્સ એન્ડ કિંગ્સ; પાંડુરંગ તાવડે, મેનેજિંગ ડિરેક્ટર, એગ્રી ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. આ ચર્ચામાં તેમના દ્વારા જાહેર અને ખાનગી એમ બંને ક્ષેત્રો દ્વારા સ્થાનિક પ્રવાસનને વેગ પૂરો પાડવા માટે કરવામાં આવેલા પ્રયત્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
'મુંબઈઃ શું આપણે ભારતીય આઉટબોન્ડની સંભવિતતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી રહ્યા છીએ?' વિષય પર આયોજિત બીજી પેનલ ચર્ચામાં ભારતના આઉટબોન્ડ ટુરિઝમને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ ચર્ચા માટે આઇઆઇપીટી ઇન્ડિયાના સ્થાપક પ્રમુખ અજય પ્રકાશના નેતૃત્વમાં રચવામાં આવેલી પેનલમાં શીતલ મનશૉ વાધવા, ડિરેક્ટર, અટાઉટ ફ્રાંસ ઇન્ડિયા; કાર્લ વાઝ, ડિરેક્ટર દુબઈ ડીટીસીએમ; સુધીર પાટીલ, સ્થાપક અને એમડી, વીણા વર્લ્ડ અને કરણ આનંદ, હેડ - રિલેશનશિપ્સ, કોર્સ એન્ડ કિંગ્સનો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. પેનલિસ્ટો દ્વારા ભારતીય ટ્રાવેલરોને શ્રેષ્ઠ ડેસ્ટિનેશન્સ પૂરા પાડવાના માર્ગો અંગે તેમજ આ ટુરિઝમના સેગમેન્ટને તેની ટોચ પર લઈ જવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
આ શૉને ઉદ્યોગજગત તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો અને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (ટીએએઆઇ), ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (ટીએએફઆઇ), ધી એસોસિયેશન ઑફ ટુરિઝમ ટ્રેડ ઓગ્રેનાઇઝેશન્સ, ઇન્ડિયન એસોસિયેશન ઑફ ટુર ઓપરેટર્સ (આઇએટીઓ), આઉટબાઉન્ડ ટુરઓપરેટર્સ એસોસિયેશન ઑફ ઇન્ડિયા (ઓટીઓએઆઇ) અને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિયેશન ઑફ નાસિક દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો હતો.
યુબીએમ ઇન્ડિયા વિશે:
યુબીએમ ઇન્ડિયા એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો એને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયાના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. યુબીએમ એશિયા એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી યુબીએમ પીએલસી (UBM plc)ની માલિકીની કંપની છે. યુબીએમ એશિયા એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે. વધુ વિગતો માટે http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
અંજલિના પ્રધાન
[email protected]
011-66517646
યુબીએમ ઇન્ડિયા પ્રા. લિમિટેડ
Share this article