નવી દિલ્હી, August 18, 2015 /PRNewswire/ --
ઉદ્યોગને ભારતમાં આ પ્રકારનો પ્રથમ ટ્રેડ શો મળ્યો
પોતાના મુખ્ય શો ઇન્ડેક્સના આયોજકો UBM ઇન્ડેક્સફેર્સ કિચન અને બાથ ઉદ્યોગ માટે તેનો પથપ્રદર્શક શો ઇન્ડિયા કિચન એન્ડ બાથ 2015 નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 21થી 23 ઓગસ્ટ વચ્ચે યોજશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150817/10128725 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
આ ત્રણ દિવસીય ટ્રેડ શો કિચન અને બાથ (રસોડા અને સ્નાન) સંબંધિત ઉપકરણ, OEM વ્હાઇટ ગૂડ્સ, એક્સેસરીઝ, કિચન અને બાથ ફર્નિચર અને ફિટિંગ્સ, લાઇટિંગ ઉત્પાદનોમાં ગ્રાહકો અને વિક્રેતાઓને આર્કિટેકટ્સ, ઇન્ટેરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, પ્રોજેક્ટ મેનેજર્સ, કન્સલ્ટન્ટસ, હોસ્પિટાલિટી ક્ષેત્રમાં પ્રોક્યરમેન્ટ હેડ્સ, કોર્પોરેટ અને સરકારી ક્ષેત્રો સાથે જોડશે. આ શોમાં નોલેજ મંચ, ઇનોવેશન કોર્નર અને ઉત્પાદન લોંચ કરવાનો ઝોન આકર્ષણનું કેન્દ્ર બનશે. આ શોને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટેરિયર ડિઝાઇનર્સ (IIID), ઓલ ઇન્ડિયા હાર્ડવેર એસોસિએશન એન્ડ હોસ્પિટાલિટી પર્ચેઝિંગ મેનેજર્સ ફોરમનું સમર્થન પ્રાપ્ત છે. શોના બીજા દિવસે પણ ડીઝાઇન...વી દેસી કે બી દેસી પર IIID દ્વારા ઇન્ટરેક્ટિવ નોલેજ સેમિનાર પણ યોજાશે.
ઇન્ડિયા કિચન એન્ડ બાથ 2015માં સેલિબ્રિટી માસ્ટર શેફ રણવીર બ્રાર સહિતની હાજરી જોવા મળશે, ઉપરાંત આર્કિટેક્ટ કરણ ગ્રોવર, આર્કિટેક્ટ સંજય પુરી અને આર્કિટેક્ટ અંકુર ખોસલા અને ઉદ્યોગના અન્ય ડિઝાઇનર્સ અને મહાનુભાવો હાજરી આપશે. પાર્સીલાનોસા, ક્વીઓ, એક્રીસિલ, ફેબર, ગોદરેજ ઇન્ટેરિયો, હેફીલ, JB ગ્લાસ, કાફ એપ્લાયન્સીસ, કોહલર, DS ડોર્સ, માર્મો હોમ, કોલિન્સ, નુમોબેલ, ઓસ્વાલ હાર્ડવેર, ઓયસ્ટર બાથ, પ્રેસ્ટિજ, રોયલ કિચન્સ, TZ પેનલ્સ, યુનિક ઇન્નોવેશન્સ, વિક્ટોરિનોક્સ, વિએગા Gmbh અને વેલ્કોના જેવી પ્રસિદ્ધ કંપનીઓ તેમના ઉત્પાદનો અને ઓફરિંગ પ્રદર્શિત કરશે.
UBM ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "અત્યારે ભારતમાં મોડ્યુલર કિચનનું બજાર વર્ષ 2018 સુધીમાં 42.93 ટકાના ચક્રવૃદ્ધિ વ્યાજે વધશે તેવી ધારણા વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે સેનિટરી વેર 12થી 15 ટકા વચ્ચેની વૃદ્ધિ જોશે. આ બંને સેગમેન્ટ યુટિલિટીમાંથી લક્ઝરી તરફનું સ્થળાંતર અનુભવી રહ્યાં છે. વર્ષ 2013 અને 2018 વચ્ચે ભારતનું લક્ઝરી બજાર સતત મૂલ્યની દ્રષ્ટિએ 86 ટકા વૃદ્ધિ પામશે તેવો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે, ત્યારે કોર્પોરેટ વાતાવરણ અને મધ્યમ વર્ગની વસતિની માથાદીઠ આવકમાં વધદારામાં શહેરી ભારતની વૃદ્ધિને ધ્યાનમાં રાખીએ તો આગામી વર્ષોમાં ઉદ્યોગમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. આ કારણે ઉદ્યોગ દ્વારા વેપારી મંચ માટેની જરૂરિયાત ઉદ્યોગ અનુભવતો હતો. એટલે UBM ઇન્ડેક્સફેર્સ ઇન્ડિયાએ ભારતમાં આ વૃદ્ધિના માર્ગે અગ્રેસર બજાર માટે સંભવિતતાને હાંસલ કરવા રાજધાનીમાં ઇન્ડિયા કિચન એન્ડ બાથ લોંચ કર્યો છે."
UBM ઇન્ડેક્સફેર્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એલ એ ખાને વધુ વિસ્તૃતપૂર્વક કહ્યું હતું કે, "અમારા મુખ્ય ટ્રેડ શો ઇન્ડેક્સના કારણે અમે આર્કિટેક્ટ્સ, ઇન્ટેરિયર ડિઝાઇનર્સ અને બિલ્ડર્સ/ડેવલપર્સના સમુદાય સાથે અને સમગ્ર ભારતના મુખ્ય વેપારી અને ગ્રાહક પ્રતિનિધિઓ સાથે ગાઢ સંપર્ક ધરાવીએ છીએ. ઉપરાંત અમારા વ્યૂહાત્મક જોડાણો મારફતે અમે ઉદ્યોગની વ્યાવસાયિક સંસ્થાઓ સાથે મજબૂત સંબંધ ધરાવીએ છીએ. ઇન્ડિયા કિચન એન્ડ બાથ અમે 26 વર્ષથી ઉદ્યોગના જે સેગમેન્ટ પ્રીમિયમ સેગમેન્ટને ઓફર કરી રહ્યાં છીએ, તેનું સ્વાભાવિક વિસ્તરણ છે."
UBM ઇન્ડિયા દર વર્ષે મુંબઈમાં ભારતના સૌથી મોટા ઇન્ટેરિયર્સ, આર્કિટેક્ચર અને ડિઝાઇન શો UBM ઇન્ડેક્સનું આયોજન કરે છે, જેમાં ચીન, તુર્કી, બ્રિટન અને સ્પેનમાંથી કન્ટ્રી પેવેલિયન સાથે 25,000 વેપારી મુલાકાતીઓ અને 300 પ્રદર્શકો સામેલ થાય છે.
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્કો
પ્રિયા બાદશાહ
[email protected]
UBM ઇન્ડિયા
એન્જેલિના પ્રધાન
[email protected]
+91-11-66517646
UBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article