નવી દિલ્હી, August 14, 2015 /PRNewswire/ --
પર્સનલ કેર, કોસ્મેટિક અને હોમ કેર ઘટકો, મશીનરી અને પેકેજિંગ ઉદ્યોગને સેવા પ્રદાન કરતા ભારતના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રેડ અને UBM ઇન્ડિયાના પ્રથમ શો પર્સનલ કેર ઇન્ડિયા એક્સ્પો 2015 (19થી 21 ઓગસ્ટ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી)ને ઉદ્યોગ પાસેથી સારો પ્રતિસાદ મળ્યો છે, જેમાં કેમએક્સિલ - મૂળભૂત રાસાયણિક, ફાર્માસ્યુટિકલ્સ અને કોસ્મેટિક નિકાસ સંવર્ધન પરિષદ (ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ સંગઠન મંત્રાલયની પહેલ), ધ ઇન્ડિયન હોમ એન્ડ પર્સનલ કેર ઇન્ડસ્ટ્રી એસોસિએશન (IHPCIA), ફ્રેગ્રન્સીસ એન્ડ ફ્લેવર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (FAFAI), EU (યુરોપિયન યુનિયન) ચેમ્બર ઓફ કોમર્સ, ઓઇલ ટેકનોલોજિસ્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા - વેસ્ટ ઝોન (OTAI), અને ઓલ ઇન્ડિયા કોસ્મેટિક મેનુફેક્ચર્સ એસોસિએશન (AICMA)માંથી સમર્થન મળ્યું છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150116/10114481 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
ત્રણ દિવસ ચાલનાર આ શો કોસ્મેટિક અને ઘટક ઉત્પાદકો, નિકાસકારો/આયાતકારો, વિતરકો, કન્સલ્ટન્ટ્સ અને વેપારી સંસ્થાઓને આંતરરાષ્ટ્રીય ગ્રાહક-વિક્રેતા બેઠક માટે ઔદ્યોગિક મંચ પ્રદાન કરશે. પ્રદર્શન ક્ષેત્રોમાં મુખ્યત્વે કોસ્મેટિક ઘટકો, કાચો માલ અને કરાર ઉત્પાદન, પેકેજિંગ અને મશીનરી, આયુર્વેદ અને ન્યૂટ્રાસ્યુટિકલ ઘટકો સામેલ હશે.
આ શોમાં પેકેજિંગ અને ટેકનોલોજી, ડિજિટલ પેકેજિંગ, ઘટકો અને કાચો માલ, ફ્રેગરન્સ અને ફ્લેવર્સ પર ઔદ્યોગિક સેમિનાર્સ અને કાર્યશાળાઓની શ્રેણી પણ આયોજિત કરવામાં આવશે. અન્ય કાર્યક્રમોમાં નવીન ઉત્પાદન શોકેસ કોર્નર, શાહનાઝ હુસૈન ગ્રૂપ પાસેથી ઇનામો જીતવાની તક પ્રદાન કરતી સ્થળ પર આયોજિત કાર્યસ્પર્ધાઓ સામેલ છે.
UBM ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "પર્સનલ કેર ઉત્પાદનોના સંયોજનોમાં વિશિષ્ટ ઘટકોનો ઉપયોગ વધી રહ્યો છે અને આ પ્રકારના ઘટકોની માગ વધુ વધશે તેવી ઉદ્યોગને અપેક્ષા છે. ઉત્તર ભારતમાં ઉત્પાદનની સુવિધાઓ મોટા પાયે કેન્દ્રિત હોવાની સાથે અમારા સંભવિત પ્રદર્શકો, ગ્રાહકો અને આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે અમારા પોતાના સંચાલન દ્વારા સમર્થિત બજાર સંશોધન આ પ્રકારના વેપારી મંચ માટે ઉદ્યોગની જરૂરિયાતને વધુ માન્યતા પ્રદાન કરે છે અને તેના પરિણામે અમે આ વિસ્તારમાં ઉદ્યોગને સમર્થિત વેપારી શો યોજવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ઉદ્યોગનો સારો પ્રતિસાદ મળ્યો છે, જેણે અમારી પર્સનલ કેર ઇન્ડિયા એક્સ્પો 2015 યોજવાની વ્યૂહરચનાને ટેકો આપ્યો છે."
ચાલુ વર્ષે પેકેજિંદ અને ઘટકોમાં સહભાગી મુખ્ય પ્રદર્શકોમાં આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, એસ ટેકનોલોજીસ, એજિલન્ટ ટેકનોલોજીસ, એન્કેલિમા લાઇફસાયન્સીસ લિમિટેડ, એરોકેમ રત્લામ પ્રાઇવેટ લિમિટેડ, એડેલમેન પેકેજિંગ ઇન્ડિયા (પ્રાઇવેટ) લિમિટેડ, એકાટો ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આઇડેન્ટિસેન્ટ્સ FZC, લેસોન્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, N V ઓર્ગેનિક્સ પ્રાઇવેટ લિમિટેડ, નોરેક્સ ફ્લેવર્સ પ્રાઇવેટ લિમિટેડ, મહર્ષિ ઉદ્યોગ, મારજેમ-ઇમાજે ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, મિત્સુબિશી કેમિકલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સેલિકીલેટ્સ એન્ડ કેમિકલ્સ, શ્રી ભગવતી મેકટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, સુરુ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ, વેક્સોઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ, વેસ્ટ બેંગાલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, ઝેજિઆંગ JM ઇન્ડસ્ટ્રી કંપની લિમિટેડ, ઝોંગશાન લુએનશીઓંગ ડિસ્પેન્સિંગ પમ્પ લિમિટેડ વગેરે સામેલ છે. આ ઉપરાંત શોમાં ચીનનું આંતરરાષ્ટ્રીય પેવેલિયન પણ પ્રદર્શિત થશે, જેમાં કોસ્મેટિક પેકેજિંગ, ડિસ્પેન્સિંગ પમ્પ અને એરોસોલ વાલ્વ ઉત્પાદનોનું પ્રદર્શન થશે.
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. UBM એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને www.http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-61727353
UBM ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
એન્જેલિના પ્રધાન
UBM ઇન્ડિયા
[email protected]
Share this article