મુંબઈ, August 11, 2015 /PRNewswire/ --
યુબીએમ ઇન્ડિયાનો પશ્ચિમ ભારત માટે ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ટ્રેડ શો
દક્ષિણ ભારતના અગ્રણી ટ્રાવેલ ટ્રેડ શોના એસએટીટીઇ (સાટ્ટે)ના આયોજક યુબીએમ ઇન્ડિયાએ એસએટીટીઇ મુંબઈ વેસ્ટની ચોથી એડિશન લોંચ કરવાની જાહેરાત કરી હતી,જે 18-19 ઓગસ્ટ, 2015ના રોજ મુંબઈમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં યોજાશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150806/10128259)
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવાના પ્રવાસન ક્ષેત્ર સાથે સંકળાયેલા સમુદાયને મુખ્યત્વે સેવા પ્રદાન કરતા એસએટીટીઇ મુંબઈ વેસ્ટમાં રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય પ્રવાસન બોર્ડ, ડીએમસી, પ્રવાસ એજન્ટ્સ અને પ્રવાસ ઓપરેટર્સ, એરલાઇન્સ, ઓટીએ, હોટેલ્સ અને રિસોર્ટ્સ અને આઇટી કંપનીઓ ભાગ લેશે. ઉદ્યોગના અગ્રણી ઉત્પાદન અને સેવા પ્રદાતા પણ સંભવિત વ્યાવસાયિક સહાય સાથે જોડાણ કરવા ભાગ લેશે અને આ મંચ મારફતે પ્રદેશની અંદર મજબૂત ભાગીદારીનું નિર્માણ કરશે.
ટ્રેડ શો કેટલાંક આધુનિક સ્થળો પણ પ્રદર્શિત કરશે અને મુખ્ય ભાગીદારો દ્વારા ઓફરિંગ રજૂ કરશે. મુખ્ય પ્રદર્શકોમાં રાજસ્થાન પ્રવાસન, મહારાષ્ટ્ર પ્રવાસન, છત્તિસગઢ પ્રવાસન, ઉત્તરપ્રદેશ પ્રવાસન અને મધ્યપ્રદેશ પ્રવાસન, તુર્કિશ સાંસ્કૃતિક અને પ્રવાસન ઓફિસ, પ્રવાસન મલેશિયા, પ્રવાસન ફિજી, યુઝબેકિસ્તાન પ્રવાસન, નીમરાણા હોટેલ્સ, ઓયોરૂમ્સ, ઝેડઓ રૂમ્સ, ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ (ઇન્ડિગો), ઇન્ટરનેટ મુઘલ્સ, ટી એસ્ટેટ ઇન્ડિયા, ગ્રેડ વન ઇવેન્ટ્સ, સિંગાપોરમાંથી યુનાઇટેડ ટ્રાવેલ્સ એન્ડ ટૂર્સ સામેલ છે.
શોને ઉદ્યોગ તરફથી આવકાર મળ્યો છે અને તેને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ટીએએઆઈ), ટ્રાવેલ એજન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ટીએએફઆઈ), ધ એસોસિએશન ઓફ ટૂરિઝમ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સ (આઇએટીઓ), આઉટબાઉન્ડ ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ઓટીઓએઆઈ) અને ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ નાસિકનું સમર્થન પ્રાપ્ત છે.
યુબીએમ ઇન્ડિયાના એક્ટિંગ મેનેજિંગ ડિરેક્ટર યોગેશ મુદ્રાસે કહ્યું હતું કે, "ભારતના પશ્ચિમ વિસ્તારમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા તેમજ આસપાસના વિસ્તારો સામેલ છે, જે 10 ટકા સ્થાનિક પ્રવાસીઓ અને 25 ટકા વિદેશી પ્રવાસીઓ મેળવે છે તેવું ઉદ્યોગના અહેવાલો જણાવે છે. ઉપરાંત ગ્લોબલ ડેસ્ટિનેશન સિટીઝ ઇન્ડેક્સ ચાર્ટ મુજબ, દેશની આર્થિક રાજધાની અને પશ્ચિમ ભારતનું પ્રવેશદ્વાર મુંબઈ આંતરરાષ્ટ્રીય ઓવરનાઇટ મુલાકાતીઓ દ્વારા ટોચના 10 ઝડપથી વિકસતા શહેરોમાં સામેલ એશિયા પેસિફિક વિસ્તારમાં સ્થાન ધરાવતું એકમાત્ર ભારતીય શહેર છે. ચાલુ વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળા દરમિયાન મુંબઈમાં 47.5 લાખ લોકો ઓવરનાઇટ રોકાયા છે, જે છેલ્લાં પાંચ વર્ષમાં શહેરમાં રોકાયેલા આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓની સૌથી વધુ સંખ્યાનો વિક્રમ હોવાની શક્યતા છે. એસએટીટીઇ મુંબઈ વેસ્ટ પ્રવાસન ક્ષેત્રના વેપારી સમુદાયને તેમનો વ્યવસાયને અને આ શહેર અને પ્રદેશના પ્રવાસન બજારની સંભવિતતાને વધારવાની પુષ્કળ તક પ્રદાન કરે છે."
ટ્રેડ શોમાં પરિષદ પણ યોજાય છે, જે પશ્ચિમ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે ઉદ્યોગના અગ્રણીઓને પ્રવાસ, પ્રવાસન અને હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે સંબંધિત સંભવિતતા, તકો, પડકારો અને પ્રવાહો પર તેમના અભિપ્રાયો વહેંચવા એકમંચ પર લાવે છે. આ શોમાં મુંબઈને આઉટબાઉન્ટ ગેટવે તરીકે સ્થાપિત કરવા ચમકાવશે અને સુરત, નાસિક અને નાગપુર જેવા ટિયર ટૂ સિટીઓના ઉદયને આ વિસ્તારમાં ઊભરતા બજાર તરીકે પ્રસ્થાપિત કરશે.
યુબીએમ ઇન્ડિયા વિશે
યુબીએમ ઇન્ડિયા ભારતની અગ્રણી પ્રદર્શક આયોજક છે, જે પ્રદર્શન, કન્ટેન્ટ સંચાલિત પરિષદો અને સેમિનાર્સ મારફતે દુનિયાભરના ગ્રાહકો અને વિક્રેતાઓને ભેગા કરવા ઉદ્યોગને મંચ પ્રદાન કરે છે. યુબીએમ ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી વિવિધ પ્રકારના ઉદ્યોગના વિવિધ સેગમેન્ટ્સમાં વેપાર સક્ષમ બને છે. યુબીએમ એશિયા કંપની, યુબીએમ ઇન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નાઈમાં પોતાની ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાની માલિકી યુબીએમ પીએલસીની છે, જે લંડન સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટેડ છે. યુબીએમ એશિયા, એશિયામાં સૌથી મોટી પ્રદર્શન આયોજક છે અને ચીનના મુખ્ય ભાગ, ભારત અને મલેશિયામાં સૌથી મોટી વ્યાવસાયિક આયોજક છે. વધુ વિગત મેળવવા કૃપા કરીને http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
022-61727353
અન્જલિના પ્રધાન
[email protected]
યુબીએમ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ
Share this article