મુંબઇ, August 10, 2015 /PRNewswire/ --
ન્યૂઝ મીડિયા ઉદ્યોગ માટે એક પ્રસ્તુત સમસ્યા
ટેલિવિઝન ચેનલોની વધતી સંખ્યા સાથે, ન્યૂઝ મીડિયા ઉદ્યોગ આજે જે અગત્યની સમસ્યાનો સામનો કરી રહી છે તે આ ઝડપથી વધી રહેલી ચેનલોની માલિકી અને સુરક્ષાના લાયસન્સ અંગેનો છે. ઉદ્યોગને આજે સખ્ત એન્ટ્રીની તપાસ બનાવવા, યોગ્ય નિયમનકારી માળખાની તાકીદની જરૂર છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150807/10128369 )
સમસ્યા અંગે ચિંતા વ્યક્ત કરતાં, ડો. સુભાષ ચંદ્રા, અધ્યક્ષ, Essel (એસેલ) ગ્રુપનું મંતવ્ય છે કે, "રાજા રામ મોહન રોય જેવા આપણાં સ્વતંત્ર સેનાનીઓ દ્વારા લોકોને માહિતી આપવા અને સશક્ત બનાવવા મીડિયા હાઉસ શરૂ કર્યાં હતાં. આમ છતાં, આજે થોડીક હસ્તીઓએ પોતાની ગેરકાનૂની પ્રવૃત્તિઓને છૂપાવવા માટે ન્યૂઝ મીડિયા વ્યવસાયો શરૂ કર્યા છે. ઉદ્યોગ માટે નિયમનકારી જટિલતાઓ એક ચિંતાજનક બાબત છે અને અસમપ્રમાણતા વ્યવસાયના મોડેલ સાથે, કોઇ કોર્પોરેટ્સ ગંભીર રીતે આ ઉદ્યોગમાં મૂડીરોકાણ કરવા માંગતું નથી. હવે એવો સમય આવી ગયો છે કે આ ગેરકાનૂની ખેલાડીઓને બહાર કાઢી નાખવા માટે મીડિયા નિયમનકાર હેઠળ નિયમોના માળખાને વર્ણવવા માટે આપણે રજૂ કરવું જરૂરી છે."
મીડિયા એક પ્રભાવપૂર્ણ અભિગમ છે જે આપણી જેમ વિશાળ લોકશાહી છે, જે જાહેર મંતવ્યો બનાવે છે જેથી સમાજના અન્ય સ્તંભો જેમ કે એક્ઝિક્યુટિવ, વિધાનમંડળ, ન્યાયપ્રણાલી અને વ્યવસાય પણ, તેમના પોતાની વૃદ્ધિ માટે લોકશાહીનો ઉપયોગ કરતા નથી. ટીવી માધ્યમ એ પ્રિન્ટ માધ્યમ કરતાં અલગ છે, સમાચારપત્રો માત્ર શિક્ષિત વર્ગના લોકોને વાંચવા માટે છે. પરંતુ ટેલિવિઝન વિશાળ સમૂહનું માધ્યમ બન્યું હોવાથી ઉંડે સુધી પ્રવેશ્યું છે, દેશના અંતરિયાળ ગ્રામિણ ક્ષેત્રો સુધી અન તેમની સંબંધિત પ્રાદેશિક ભાષાઓમાં પણ પહોંચ્યું છે. તેથી, માધ્યમ તરીકે ટેલિવિઝન સમાજ પર બહુ મોટી અસર પાડે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ નાણાંકીય સેવાઓમાં હસ્તી દાખલ થાય તે માટે કોઇપણ પરવાનગી ઇશ્યૂ કરતાં પહેલાં "બંધબેસતા અને યોગ્ય" માપદંડ લાગુ પાડે છે. માપદંડ સમગ્ર કોર્પોરેટની તપાસ કરે છે અને નાણાંના સ્ત્રોત માટે તેમ જ સીધી રીતે તથા આડકતરી રીતે પ્રમોટરના સંબંધોની પણ તપાસ કરે છે, કેમ કે આ સેવાઓ સામાન્ય વ્યક્તિને નાણાંકીય રીતે અસર કરે છે. તેથી પ્રશ્ન પૂછવાનો રહે છે કે, "શું સામાન્ય માણસના મનમાં ખોટી માહિતીથી ભ્રમિત કરવાથી અને બગાડવામાંથી રક્ષણ કરવાનું એ વ્યક્તિના નાણાંને રક્ષણ કરવા કરતાં ઓછું અગત્યનું છે?
વધુ વિસ્તૃત પણે જણાવતાં, ડો. ચંદ્રા જણાવે છે, "આજે, મીડિયાની માલિકી, ખાસ કરીને ન્યૂઝ ચેનલો અસ્પષ્ટ છે. આપણે આશ્ચર્યચકિત ના થવું જોઇએ કે આમાંથી કેટલીક ન્યૂઝ ચેનલો અપરાધ જગતના લોકોની માલિકીની છે. આપણને તાત્કાલિક, RBI દ્બારા બેન્કિંગ ક્ષેત્રમાં જેમ પૂરી પડાઇ છે તેવી સમાન કર્તવ્યપરાયણતા, મજબૂત મીડિયા નીતિમત્તા અને આચાર સંહિતાની જરૂર છે."
મીડિયા કામગીરીઓમાં પારદર્શકતા લાવવા માટેની જરૂરિયાતને ફરી જણાવતાં, ડો. ચંદ્રા "આ અગત્યની બાબતો અંગે સંયુક્ત રીતે અવાજ ઉઠાવવા ઉદ્યોગના અગત્યના ખેલાડીઓ ભેગા મળે" તેના પર ભાર મુકે છે.
તાજેતરમાં, ઝી બિઝનેસ ચેનલ, મીડિયા માલિકી અને પારદર્શકતા લાવવા અંગે અનિવાર્ય ચર્ચા સાથે આ સમસ્યાને બહાર લાવ્યા છે. કૃપા કરીને તમારા સંદર્ભ માટે નીચેની લિંક જુઓ:
ડો. સુભાષ ચંદ્રાનું ઓફિસિયલ ટ્વીટર હેન્ડલ - @_SubhashChandra
મીડિયા સંપર્ક:
જયશ્રી કુમાર
+91-22-24831367
+91-9769286661
[email protected]
આરેન્ટેક્સા ગોન્સાલ્વિસ
+91-22-24831395
+91-9820336890
[email protected]
કોર્પોરેટ બ્રાન્ડ - ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (ZEEL)
Share this article