ચેન્નઈ, July 2, 2015 /PRNewswire/ --
આઈએફએસઈસી ઈન્ડિયાની યજમાન કંપની યુબીએમ ઈન્ડિયા દ્વારા આજે, ચેન્નઈ ટ્રેડ સેન્ટર ખાતે 'સિક્યુરિટી એન્ડ ફાયર એક્સ્પો 2015'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઈએસએઆઈના સ્થાપક પ્રમુખ આર નંદકુમારે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રિદિવસિય શોનું આયોજન 1થી 3 જુલાઈ 2015 સુધી કરવામાં આવ્યું છે, અને ઈલેક્ટ્રોનિક સિક્યુરિટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (ઈએસએઆઈ) દ્વારા તેને સમર્થન આપવામાં આવ્યું છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150701/10126112-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150701/10126112-b )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
SAFE 2015 અંતર્ગત, આ પ્રદેશના સુરક્ષા અને ફાયર ઉદ્યોગને એક સાથે લાવવા ઉપરાંત સંસ્થાઓને ખાસ મંચ પુરો પાડવામાં આવ્યો છે, જેથી વૈશ્વિક ઔદ્યોગિક ટ્રેન્ડ્સ અને નાવીન્યતાઓ દર્શાવતી વખતે દક્ષિણ ભારતીય સુરક્ષા બજારમાં રહેલી સંભાવ્યતાઓનું મૂડીકરણ કરી શકાય.
ભારતમાં ફાયર સુરક્ષા બજાર પાયાના સ્તરેથી વૃદ્ધિ કરી રહ્યું છે અને વર્ષ 2019 સુધીમાં તેની બજાર મૂડી 4.94 અબજ અમેરિકી ડોલરનો આંકડો વટાવી જશે તેવી અપેક્ષા છે. વાર્ષિક 30%ના વૃદ્ધિદર સાથે ભારતીય વ્યાપારિક સુરક્ષા બજાર પણ વર્ષ 2016 સુધીમાં 1.4 અબજ અમેરિકી ડોલરના બજાર મુલ્યનો આંકડો વટાવી દેશે તેવી અપેક્ષા છે. સરકારની વિવિધ પહેલના સમન્વય, ફાયર સલામતિ અને સુરક્ષા અંગે વધતી જનજાગૃતિ, સંપત્તિ વ્યવસ્થાપન અને રાજ્ય સ્તરના નિયમનોના વધતા અમલીકરણ તેમજ તેને સંમતિના કારણે આ બજારની વૃદ્ધિના વેગને નવું ઈંધણ મળ્યું છે.
યુબીએમ ઈન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, "25% ટકાથી વધુ કેન્દ્રીય પીએસયુ તામિલનાડુમાં તેમના રજિસ્ટર્ડ હેડક્વાર્ટર ધરાવે છે. યુબીએમ ઈન્ડિયાએ SAFE 2015ના આયોજન માટે આ રાજ્યના પાટનગરની પસંદગી ખૂબ વ્યૂહાત્મક રીતે કરી છે કારણ કે સમગ્ર ઉદ્યોગજગતમાં અગ્રણી કંપનીઓની અહીં સરળતાથી ઉપલબ્ધતા છે. SAFE 2015 આ પ્રદેશમાં આ પ્રકારનો પહેલો વ્યાપારિક કાર્યક્રમ છે જેના થકી; યુબીએમ ઈન્ડિયાનો આશય આ ઉદ્યોગમાં સપ્લાય ચેઈન સાઈકલ (પુરવઠા સાંકળનું ચક્ર) વધુ મજબૂત બની રહ્યું છે તેવા સંજોગોમાં આ પ્રદેશમાં વૃદ્ધિ પામી રહેલા બજારમાં નવા પ્રવેશ અને વ્યાપારિક તકો પુરી પાડવાનો છે."
ઉપરાંત, આ કાર્યક્રમ અગ્રણી સુરક્ષા એજન્સીઓને ચાવીરૂપ નિર્ણાયકો સાથે સંબંધો સ્થાપિત કરતી વખતે વિકસી રહેલા બજારમાં તેમના ઉત્પાદનોથી લોકોને અવગત કરવા માટે, તેમના નાવીન્યપૂર્ણ ઉત્પાદનો અને ઉકેલો તેમજ ટ્રેન્ડ્ઝ બતાવવા માટે લોન્ચપેડની ભુમિકા ભજવે છે.
- ઉચ્ચ સ્પર્ધાત્મક સીસીટીવી ક્ષેત્રે અનન્ય ઉત્પાદનો સાથે સીપી પ્લસ, દાહુઆ, હિકવિઝન, હાઈફોકસ, યુનીકેમ વીડિયો સર્વેલન્સ પ્લેયર્સ
- પેરીમિટર ઓટોમેશન અને પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ્સ શ્રેણીમાં, ડિસ્પ્લે પર પાથ બ્રેકિંગ ટેકનોલોજી સાથે, એફએએસી
- વીડિયો મેનેજમેન્ટ સોફ્ટવેર અગ્રણી, માઈલસ્ટોન દ્વારા વીડિયો મેનેજમેન્ટ અને સર્વેલન્સમાં એકીકૃત સાનુકૂળ ઉકેલો દર્શાવવામાં આવ્યા હતા.
આ શોમાં મહત્વના સહભાગીઓમાં આદિત્ય ઈન્ફોટેક, એરલાઈટ, એલ્ટ્રોક્સ વર્લ્ડ કોર્પ, અરાઈઝ સિસ્ટમ્સ, બ્લોગ યુનિફોર્મ્સ, બુશ પ્લસ, સીપી પ્લસ, સીવીજી સિક્યુરિટી સોલ્યુશન્સ પ્રા. લિ., દાહુઆ, ડિવાઈન આઈ, એલિઅન્સ કનેક્ટર્સ, હાઈ-ફોકસ, હિકવિઝન, ક્રિટિકલ સિક્યોર સ્કેન, મેટ્રિક્સ, માઈલસ્ટોન, રોડ પોઈન્ટ ઈન્ડિયા, એસજીટી, સિક્યોર્સ, સિક્યુફોર્સ, સિક્યુરિકો, સ્માર્ટ-આઈ ઈલેક્ટ્રોનિક્સ, સ્વરાજ સિક્યુટેક, ટેડિરન ટીટીએલ, યુનિકેમ સિસ્ટમ્સ, વીસીઓ પેક, એક્સવાયઝેડ ડિઝિટલ પ્રા. લિ. સહિત અન્યોનો સમાવેશ થાય છે.
યુબીએમ ઈન્ડિયા દરવર્ષે નવી દિલ્હી ખાતે ભારતના સૌથી મોટા સિક્યુરિટી કાર્યક્રમ આઈએફએસઈસી ઈન્ડિયાનું આયોજન કરે છે; આ બ્રાન્ડે ઉદ્યોગજગતની અપેક્ષાઓ અનુસાર સતત જરૂરિયાતો સંતોષીને સિક્યુરિટી ઉદ્યોગમાં વૈશ્વિક સ્તરે ખ્યાતિપૂર્ણ દરજ્જો મેળવ્યો છે. દર વર્ષે આ એક્સ્પોમાં 250થી વધુ પ્રદર્શકો, કેટલાક દેશોના પેવેલિયન અને 12000થી વધુ ટ્રેડ મુલાકાતીઓ ભાગ લે છે.
યુબીએમ ઈન્ડિયા વિશે:
યુબીએમ ઈન્ડિયાએ ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક કંપની છે જે વિવિધ ઉદ્યોગોને એવો મંચ પુરો પાડે છે જ્યાં દુનિયાભરના ગ્રાહકો અને ખરીદદારો પ્રદર્શનના પોર્ટફોલિયો, માહિતીસભર પરિષદો અને સેમીનારોની મદદથી સાથે આવે છે. યુબીએમ ઈન્ડિયા આખા વર્ષમાં દેશભરમાં 25થી વધુ મોટાકદના પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી બહુસ્તરીય ઔદ્યોગિક વ્યાપાર વિકસે છે. યુબીએમ એશિયા કંપનીની, યુબીએમ ઈન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાએ યુબીએમ પીએલસીની માલિકી હેઠળની કંપની છે જે લંડન સ્ટોક એક્સેચેન્જમાં લિસ્ટેડ છે. યુબીએમ એશિયા કંપની એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મુખ્યત્વે ચીન, ભારત તેમજ મલેશિયામાં સૌથી મોટી વ્યાપારિક આયોજક છે. વધુ માહિતી માટે કૃપા કરીને www.ubmindia.in ની મુલાકાત લો.
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-6172 7353
યુબીએમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
Share this article