મુંબઈ, June 9, 2015 /PRNewswire/ --
સ્ટેમ લર્નિંગ ભારતની શાળાઓમાં મીની વિજ્ઞાન કેન્દ્રો અવગત કરાવતી તેમજ તેની સ્થાપના કરતી અગ્રણી સંસ્થા છે, જેની મૂળ પરિકલ્પના શાળા સ્તરેથી જ બાળકોનાં માનસમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રુચિ જગાવવાની છે. પારસ્પરિક ચર્ચા સાથે કામ કરતી આ રૂપરેખાની મદદથી વિદ્યાર્થીઓ પુસ્તકમાં જે મુળભૂત પરિકલ્પનાઓને શીખે તેને ઓળખી શકે છે અને અનુભવી શકે છે, તેમજ શિક્ષણને વધુ વ્યવહારુ બનાવે છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150527/10123663-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150527/10123663-b )
મીની વિજ્ઞાન કેન્દ્રમાં 60 ટેબલ-ટોપ આંતર ક્રિયાત્મક ગણિત અને વિજ્ઞાન કામગીરી-મોડેલ્સ/નમૂના હોય છે જેમાં માહિતીપ્રદ કૃતિઓ, યુઝર માર્ગદર્શિકાઓ, શિક્ષકોના તાલિમ કાર્યક્રમોનો સમાવેશ થાય છે અને સ્ટેમ લર્નિંગ દ્વારા 2 વર્ષની મદદ તેમજ મેન્ટેનન્સ ઉપલબ્ધ કરવામાં આવે છે.
સ્ટેમ લર્નિંગના મેનેજિંગ ડાયરેક્ટર આસુતોષ પંડિતે જણાવ્યું હતું કે, "મીની વિજ્ઞાન કેન્દ્રોના મોડેલ્સ CBSE, ICSE અને SSC બોર્ડના ધોરણ 5થી 10ના અભ્યાસક્રમ અનુસાર રેખાંકિત કરવામાં આવ્યા છે અને ભારતના ખ્યાતનામ વિજ્ઞાનિઓ તેમજ શિક્ષણવિદો દ્વારા તેની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. માત્ર 3 વર્ષમાં જ ભારતભરમાં 350,000થી વધુ વિદ્યાર્થીઓએ અમારા વિજ્ઞાન કેન્દ્રોનો લાભ લીધો છે."
મુંબઈમાં પ્રભાદેવી BMC સ્કૂલના એક વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, "અમારી શાળામાં હાલમાં મીની વિજ્ઞાન કેન્દ્ર છે. સામાન્યપણે આપણે વિજ્ઞાનના નિયમો માત્ર પાઠ્યપુસ્તકમાંથી ભણતા હોઈએ છીએ, પરંતુ આજે અમે તેને વ્યવહારુ રૂપે પણ જોઈએ છીએ. હવે અમે તેનો વધુ બહેતર રીતે અભ્યાસ કરી શકીએ છીએ. તેનાથી અમને ઉચ્ચ અભ્યાસમાં મદદ મળી શકશે."
અત્યાર સુધીમાં, સ્ટેમ લર્નિંગ દ્વારા ભારતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 40થી વધુ મેગા વિજ્ઞાન કેન્દ્રો અને 250+ મીની વિજ્ઞાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં અંકલેશ્વર ખાતે વિજ્ઞાનના એક શિક્ષકે જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓને માત્ર સૈદ્ધાંતિક(થિયરી) રીતે શીખવવાથી વાસ્તવમાં તેઓ વ્યવહારુ પ્રયોગો નથી સમજી શકતા. પરંતુ આ વ્યવહારુ અભિગમ અપનાવ્યા બાદ, તેઓ દરેક બાબતને ઝડપથી અને બહેતર રીતે સમજી શકે છે."
સ્ટેમ લર્નિંગ ISO 9000-2008 પ્રમાણિત કંપની છે અને મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડ MSCERT દ્વારા તેને પ્રમાણિત કરવામાં આવી છે.
BMC શિક્ષણ સમિતિના ચેરમેન વિનોદ શેલરે જણાવ્યું હતું કે, "વિદ્યાર્થીઓમાં વિજ્ઞાનિક દૃષ્ટિકોણ તૈયાર કરવા માટે આ પહેલી ખૂબ શ્રેષ્ઠ છે. લોકો જે સાંભળે તેને છેવટે ભુલી જતા હોય છે, જે જુએ તેને ટુંકા ગાળા માટે યાદ રાખી શકતા હોય છે, પરંતુ લોકો જે પ્રયોગ કરે તે તેમના મગજને સ્પર્શી જાય છે અને હંમેશા યાદ રાખી શકે છે. જ્યારે વ્યવહારુ શિક્ષણ(પ્રેક્ટિકલ લર્નિંગ) સાથે સૈદ્ધાંતિક શિક્ષણ(થિયરી) સંકળાયેલું હોય ત્યારે, કોઈપણ વ્યક્તિ જે કંઈપણ શીખે તે ક્યારેય ભુલતી નથી. ઉપરાંત આ હલનચલન થઈ શકે તેવું ઉપકરણ હોવાથી વર્ગખંડમાં લઈ જઈ શકાય છે જેથી મહત્તમ વિદ્યાર્થીઓ સુધી તેને પહોંચાડી શકાય."
શિક્ષણને પ્રોત્સાહિત કરવાના આ નવતર અભિગમથી કોર્પોરેટ્સમાં પણ નવા આયામો ખુલ્યા છે. તેઓ CSR પહેલના ભાગરૂપે સરકારી શાળાઓ, આશ્રમ શાળાઓ, કેન્દ્રિય વિદ્યાલયો અને નવોદય વિદ્યાલયો તેમજ સ્થાનિક સ્વયં-સંચાલિત ગ્રામ્ય શાળાઓમાં આવા મીની વિજ્ઞાન કેન્દ્રોને પ્રાયોજિત(સ્પોન્સર) કરી શકે છે.
વર્તમાન સમયમાં, લ્યુપીન ફાર્મા, JSW ફાઉન્ડેશન, બેંક ઓફ બરોડા, L&T ઈન્ફોટેક, અલ્ટ્રાટેક સિમેન્ટ, મેઝેગોન ડોક લિમિટેડ સહિત અન્યો સાથે સ્ટેમ લર્નિંગે જોડાણ કર્યું છે અને તેમના માટે CSR કાર્યક્રમ અંતર્ગત મીની વિજ્ઞાન કેન્દ્રો ઉભા કરે છે.
આસુતોષે વધુમાં ઉમેર્યું હતું કે, "અમારું લક્ષ્ય ભારતભરમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 10 લાખ વિદ્યાર્થીઓ સુધી અમારી આ અનન્ય પ્રોડક્ટ પહોંચાડવાનું છે. શિક્ષણમાં અમે ટોચના સ્તરે સમાનતા ધરાવીએ છીએ અને સમાજમાં વંચિત વર્ગને પણ લાભ થાય તેવું યોગદાન આપવામાં માનીએ છીએ."
આવતીકાલના વિજ્ઞાનિકોને તૈયાર કરવાની દૂરંદેશી સાથે, સ્ટેમ લર્નિંગ દરેકને ગુણવત્તાયુક્ત સ્ટેમ શિક્ષણ આપવાની પોતાની સફરમાં દરેક પ્રકારે આગળ વધવા માટે સુસજ્જ છે.
અમારી સાથે સહભાગીતા માટે, www.stemlearning.in પર મુલાકાત લો
મીડિયા સંપર્ક
આસુતોષ પંડિત
[email protected]
+91-9987611400
મેનેજિંગ ડાયરેક્ટર
સ્ટેમ લર્નિંગ પ્રા. લિ.
Share this article