હૈદરાબાદ, ભારત, June 8, 2015 /PRNewswire/ --
- તેલંગાણા રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી એતાલા રાજેન્દર, UBM ઈન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસ, હૈદરાબાદ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ઉપપ્રમુખ શ્રી સંજય ગુલાબાની અને હાઈટેક સિટી જ્વેલર્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી મહેન્દ્ર તયાલ દ્વારા 8મા હૈદરાબાદ જ્વેલરી પર્લ એન્ડ જેમ ફેરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
- HJF 2015 ખાતે 150થી વધુ પ્રદર્શકોએ હીરા અને સોનાના એક્સક્લુઝિવ આભૂષણોનું પ્રદર્શન કર્યું છે
અગ્રણી ગ્લોબલ મીડિયા બિઝનેસ કંપની UBM plcના વડપણ હેઠળની કંપની UBM ઈન્ડિયાના યજમાન પદ હેઠળ હાઈટેક્સ એક્ઝિબિશન સેન્ટરના હોલ નંબર 1 અને 3માં આજથી હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર (HJF)નો પ્રારંભ થયો છે. તેલંગાણા રાજ્યના માનનીય નાણામંત્રી શ્રી એતાલા રાજેન્દર, UBM ઈન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસ દ્વારા 8મા હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જ્યાં, હૈદરાબાદ જ્વેલરી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના ઉપ પ્રમુખ શ્રી સંજય ગુલાબાની અને હાઈટેક સિટી જ્વેલર્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના પ્રમુખ શ્રી મહેન્દ્ર તયાલ સહિત જ્વેલરી વ્યાપાર સાથે સંકળાયેલા અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150605/10124371-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150605/10124371-b )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150605/10124371-c )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
UBM ઈન્ડિયાનો ત્રણ દિવસિય HJF ફેર (5થી 7 જૂન) સૌથી મોટા B2B જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન પૈકી એક છે જ્યાં 150થી વધુ જ્વેલરી ઉત્પાદકો, જથ્થાબંધ વેપારીઓ, છૂટક વેપારીઓ, આયાતકારો, નિકાસકારો, હીરા અને રત્નોના સપ્લાયર્સ તેમજ વ્યાપારિક અને સરકારી સંગઠનોના પ્રતિનિધીઓ ભાગ લઈ રહ્યા છે.
HJF 2015 ભારતીય જ્વેલરી બજાર માટે ગેટવે છે સમાન છે જે ખરીદકારો અને સપ્લાયર્સને એકબીજા સાથે જોડાવા, નેટવર્ક ઉભુ કરવા, વિચારોનું આદાન પ્રદાન કરવા, આગામી ટ્રેન્ડ્સની માહિતી મેળવવા અને વ્યવસાયની નવી તકો ઉભી કરવા માટે ઉત્તમ કક્ષાનો મંચ પુરો પાડે છે. આ મેળામાં પ્રદર્શકો હીરા, મોતી, રત્નો, જડેલા દાગીના, કુંદન અને નકાશ જ્વેલરીના પરંપરાગત તેમજ પ્રાચીન કલેક્શન સહિત સોનાના દક્ષિણ ભારતીય સુંદર દાગીના સહિત વિશાળ શ્રેણીમાં અવનવા આભૂષણો રજૂ કરશે. ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતા આધુનિક મશીનો અને અન્ય સંબંધિત ઉત્પાદનો તેમજ સેવાઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવશે.
HJFના ઉદઘાટન પ્રસંગે ઉપસ્થિતોને સંબંધોતતા UBM ઈન્ડિયાના કાર્યકારી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું કે, "જ્વેલરી વેપારીઓને જોડવા અને વ્યવસાયની તકો ઉભી કરવા માટે યોગ્ય મંચ પુરો પાડવા UBM ઈન્ડિયા સતત પ્રયત્નશીલ રહે છે, જેથી ભારતમાં આ ઉદ્યોગની વ્યાપક જરૂરિયાતોને પહોંચી શકાય. હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર, છેલ્લા કેટલાક વર્ષોમાં, આ પ્રદેશમાં વ્યાપાર માટે ઉદ્યોગજગતના બેન્ચમાર્ક સમાન બની ગયો છે અને આ વર્ષે પણ સમગ્ર દેશના બજારો માટે દક્ષિણ ભારતીય ગેટવે તરીકે યથાવત રહેશે."
આ વર્ષે મેળામાં કેટલાક નોંધપાત્ર પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે જેમકે: જય ગુલાબ જ્વેલર્સ, ક્રિઝ, ભિંડી જ્વેલર્સ, ચિંતામણી ગોલ્ડ, N D ડાયમંડ પ્રા. લિ., થર્મો ફીશર સાયન્ટિફિક ઈન્ડિયા પ્રા.લિ., લક્ષ્મી ડાયમંડ્સ, એમરલ્ડ જ્વેલરી ઈન્ડસ્ટ્રી ઈન્ડિયા લિ., ફીશર મર્ચન્ટ ટેકનોલોજિસ, મીનાક્ષી જ્વેલર્સ, હરીક્રિષ્ના એક્સપોર્ટ્સ તેમજ આ ક્ષેત્રના અન્ય અગ્રણી ખેલાડીઓ પણ છે.
હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર 2015ને સમગ્ર દક્ષિણ ભારતના ચાવીરૂપ જ્વેલરી એસોસિએશન્સનું સમર્થન પ્રાપ્ત છે જેમાં અહીં દર્શાવેલા સંગઠનો પણ છે: AP ગોલ્ડ, સિલ્વર એન્ડ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન, સિકંદરાબાદ જ્વેલર્સ એસોસિએશન, નારસારઉપેટ જ્વેલર્સ એસોસિએશન, ઈસ્ટ ગોદાવરી જ્વેલર્સ એસોસિએશન એન્ડ વેસ્ટ ગોદાવરી જ્વેલર્સ એસોસિએશન, ગુંતુર જ્વેલર્સ એસોસિએશન. આ મેળામાં વારાંગલ, વિજયવાડા, વિશાખાપટ્ટનમ, નેલ્લોર, નિઝામબાદ અને દક્ષિણ ભારતના અન્ય ભાગોમાંથી લોકો ભાગ લઈ રહ્યા છે.
UBM લગભગ છેલ્લા ત્રણ દાયકાથી જ્વેલરી ઉદ્યોગનો અભિન્ન હિસ્સો બની છે, અને હાલમાં આ પ્રકારના ખ્યાતનામ જ્વેલરી ફેરનું આયોજન દુનિયાભરમાં કરે છે. HJF UBM ઈન્ડિયા દ્વારા આખા વર્ષમાં પાંચ શહેર (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી અને ગુજરાત)માં યોજાતા જ્વેલરી શો પૈકી એક છે. વધુ માહિતી માટે અને રજિસ્ટ્રેશન કરાવવા માટે કૃપા કરી http://www.jewelleryfair.in ની મુલાકાત લો.
UBM ઈન્ડિયા વિશે
UBM ઈન્ડિયાએ ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક કંપની છે જે વિવિધ ઉદ્યોગોને એવો મંચ પુરો પાડે છે જ્યાં દુનિયાભરના ગ્રાહકો અને ખરીદદારો પ્રદર્શનના પોર્ટફોલિયો, માહિતીસભર પરિષદો અને સેમીનારોની મદદથી સાથે આવે છે. UBM ઈન્ડિયા આખા વર્ષમાં દેશભરમાં 25થી વધુ મોટાકદના પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી બહુસ્તરીય ઔદ્યોગિક વ્યાપાર વિકસે છે. UBM એશિયા કંપનીની, UBM ઈન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. UBM એશિયાએ UBM plcની માલિકી હેઠળની કંપની છે જે લંડન સ્ટોક એક્સેચેન્જમાં લિસ્ટેડ છે. UBM એશિયા કંપની એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મુખ્યત્વે ચીન, ભારત તેમજ મલેશિયામાં સૌથી મોટી વ્યાપારિક આયોજક છે. વધુ માહિતી માટે કૃપા કરીને www.ubmindia.in ની મુલાકાત લો.
વધુ વિગતો માટે કૃપા કરી સંપર્ક કરો:
MSLગ્રૂપ
હરિ પ્રસાદ
[email protected]
+91-9618883774
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ,
[email protected],
+91-22 6172 7353,
ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
Share this article