હૈદરાબાદ, ભારત, May 29, 2015 /PRNewswire/ --
ભારતની ટોચના જ્વેલર્સ દ્વારા સિટી ઑફ પર્લ્સમાં ભવ્ય પ્રદર્શનનું આયોજન
ભારતના અગ્રગણ્ય જ્વેલર્સ UBM ઇન્ડિયા દ્વારા સિટી ઑફ પર્લમાં ત્રિદિવસીય હૈદરાબાદ જ્વેલરી, પર્લ અને જેમ ફેર(HJGF 2015)ની 8મી આવૃત્તિની આજે જાહેરાત કરવામાં આવી હતી. મેગા B2B જેમ એન્ડ જ્વેલરીના વૈવિધ્યસભર ઉત્પાદનોનો ફેર હાઇટેક્સ એક્સિબિશન સેન્ટર ખાતે 5 જૂનથી 7 જૂન, 2015 દરમિયાન યોજાશે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c)
આ વર્ષે 150 જેટલા એક્સિબિટર્સ આ ફેરમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં જ્વેલરીની વિવિધ બ્રાન્ડ્સ, હોલસેલર, રિટેલર, આયાતકારો, નિકાસકારો, હીરા અને નંગોના સપ્લાયરો તેમજ ઉદ્યોગ અને સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓનો ઉપસ્થિત રહેશે. ફેરમાં હૈદરાબાદ અને તેની આસપાસના વિસ્તારના ઉત્પાદનકારો તેમની ખૂબ જ જાણીતી નિઝામ અને હૈદરાબાદ સ્ટાઈલના ઝવેરાત પ્રદર્શિત કરશે.
HJGF 2015 ખરીદનાર અને સપ્લાયરો વચ્ચે સેતુ સાધી વિચારોના આદાનપ્રદાન માટે, આવનારા ટ્રેન્ડ વિશે માહિતગાર રહેવા માટે અને વેપારની ઉત્તમ તકોનું સર્જન કરવા માટે શ્રેષ્ઠ પ્લેટફોર્મ તૈયાર કરી આપવાની બાંહેધરી આપે છે, જે ભારતીય જ્વેલરી માર્કેટનું બારું બની રહેશે. ત્રણ દિવસ ચાલનારા આ ફેરમાં પ્રદર્શકો વ્યાપારી ઉત્પાદનોની વિશાળ શ્રેણી રજૂ કરશે, જેમાં હીરા, મોતી, નંગો, ઉત્કૃષ્ટ સોનાના દાગીના, અત્યાધુનિક મશીનરી અને ઉત્પાદનક્રિયામાં ઉપયોગમાં લેવાતા સાધનો અને તેને લગતા ઉત્પાદનો તેમજ સેવાઓનો સમાવેશ થાય છે.
આ સાથે જ, ભારત સરકારે જાહેર કર્યું છે કે, આ ક્ષેત્રમાં રહેલી વિકાસની શક્યતાઓ અને બહુમૂલ્યતાને ધ્યાનમાં રાખી નિકાસને પ્રોત્સાહન આપવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રાન્ડ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા માટે હાલમાં જ સરકારે રોકાણ અને ટેકનોલોજી તેમજ કૌશલ્યોને અત્યાધુનિક બનાવવાને પ્રોત્સાહન આપવા વિવિધ પગલાં લીધા છે. રિસર્ચ અને માર્કેટ રિપોર્ટ મુજબ, ભારતનું જેમ્સ અને જ્વેલરી માર્કેટ વર્ષ 2012 થી 2016 દરમિયાન 14.93%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વિકાસ દરે વૃદ્ધિ પામે તેવું અનુમાન છે.
આ પ્રસંગે UBM ઇન્ડિયાના ક્રિયાશીલ મેનેજિંગ ડિરેક્ટર શ્રીમાન યોગેશ મુદ્રાસ જણાવે છે કે, "D&B સાથેના UBM ઇન્ડિયાના સંયુક્ત અભ્યાસ મુજબ, વર્ષ 2014માં જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરે ભારતના GDPમાં 6-7%નું યોગદાન આપ્યું છે. ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસી રહેલા જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટોમાંનું એક છે અને તેમાંય દક્ષિણ ભારત સૌથું મોટું માર્કેટ છે. હજુ જ્યારે આપણું જ્વેલરીનું સંગઠિત રિટેલ માર્કેટ તાજું અસ્તિત્વમાં આવેલું છે ત્યારે વિકાસની અગણિત તકો રહેલી છે. આ ક્ષેત્ર સર્જનાત્મક ડિઝાઇન્સ અને વૈવિધ્યસભર જ્વેલરીની માગમાં વધારા જેવા ગ્રાહકોની અગ્રીમતામાં પરિવર્તનોને અનુભવી રહ્યું છે. HJGF ભાગ લઇ રહેલા પ્રદર્શકો અને મુલાકાતીઓ માટે આ ઉદ્યોગની માગ અને પુરવઠા વચ્ચેનો સેતુ બની રહેશે તેમજ આ આવૃત્તિ ઉદ્યોગની માગોને પૂરી કરવા માટે આગળ પણ પ્રયત્નશીલ રહેશે.'’
આ વર્ષે યોજાઈ રહેલા ફેરમાં કેટલાક મહત્ત્વના પ્રદર્શકો ભાગ લઈ રહ્યા છે, જેમાં જય ગુલાબ જ્વેલર્સ, ક્રિઝ, ભીંડી જ્વેલર્સ, ચિંતામણી ગોલ્ડ, N D ડાયમંડ્સ પ્રા. લિ., થર્મો ફિશર સાયેન્ટિફિક ઇન્ડિયા પ્રા. લિ., લક્ષ્મી ડાયમંડ્સ, એમરલ્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી ઇન્ડિયા લિ., ફિશેર મેઝરમેન્ટ ટેકનોલોજીસ, મિનાક્ષી જ્વેલર્સ, હરિ ક્રિષ્ણા એક્સપોર્ટ્સનો અન્ય કેટલાક નામાંકિત ઉદ્યોગકારો સાથે સમાવેશ થાય છે.હૈદરાબાદ જ્વેલરી, પર્લ એન્ડ જેમ ફેર (HJGF 2015)ને દક્ષિણ ભારતના કેટલાક નામાંકિત જ્વેલરી સંગઠનો જેવા કે, હૈદરાબાદ જ્વેલર્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (HJMA), AP ગોલ્ડ સિલ્વર એન્ડ ડાયમંડ મર્ચન્ટ એસોસિયેશન, નારસારાઓપેટ જ્વેલર્સ એસોસિયેશન દ્વારા ટેકો જાહેર કરાયો છે.
નારસારાઓપેટ જિલ્લાના પ્રમુખ વિજયકુમાર જણાવે છે કે, "અમે UBM ઇન્ડિયા દ્વારા HJGF કાર્યક્રમને દર વર્ષે આયોજિત કરવાના પ્રયાસોની સરાહના કરીએ છીએ. આ કાર્યક્રમનું આયોજન કરનારી ટીમ આયાતકારો, નિકાસકારો, ડિસ્ટ્રીબ્યુટરો અને ચેનમાં સમામવિષ્ટ અન્ય મહત્ત્વના લોકોની જરૂરિયાતોને બખૂબી સમજે છે, તેમજ આ કાર્યક્રમ અમારા દ્વારા રિટલર્સને ઓફર કરવામાં આવતા ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં મદદરૂર થાય છે.'’
HJMAના પ્રમુખ મહેન્દ્ર તાયાલ કહે છે કે, "UBM ઇન્ડિયાનું HJGF ઇન્ડસ્ટ્રીના માધાંતાઓ દ્વારા નવીનતમ ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવાનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. આ સાથે જ, દર વર્ષે સફળતાપૂર્વક આયોજિત થતો આ કાર્યક્રમ આ વિસ્તારમાં ઉદ્યોગકારો અને રિટલેર્સને મોટા પાયે સાંકળે છે. અમને મુલાકાતી તરફથી ઉત્સાહજનક પ્રતિભાવો મળ્યા છે અને અમે આશા રાખીએ છીએ કે, 8મી આવૃત્તિ પણ અગાઉની આવૃત્તિઓ જેટલી જ સફળ નીવડશે. "
વિશ્વભરમાં આવા જ વિખ્યાત જ્વેલરી ફેર્સનું આયોજન કરનારી UBM આશરે ત્રણ દશકથી જ્વેલરી ઇન્ડસ્ટ્રીનો આંતરિક હિસ્સો બની રહી છે. GJIIE ચેન્નઈ એ (કોલકાતા, ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી અને ગુજરાત) સહિતના પાંચ શહેરોમાં UBM ઇન્ડિયા દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન યોજાતા જ્વેલરી શૉમાંનો એક છે. વર્ષ 2008માં થયેલા પ્રારંભ બાદ, 2014માં તેની 7મી આવૃત્તિમાં ઉદ્યોગો માટે વેપારની શ્રેષ્ઠ તકોનું સર્જન થયું હતું અને આ તેણે દેશ-વિદેશના માર્કેટના પ્રદર્શકોને આકર્ષવામાં સફળતા હાંસલ કરી હતી.ત્રણ દિવસ ચાલેલા આ ફેરમાં મોટી સંખ્યામાં ખરીદનાર અને વેચાણકારોનું ધ્યાન આકર્ષિત થયું હતું, આ કાર્યક્રમની ખાસી લોકપ્રિયતા જોતા આ વર્ષે મુલાકાતીઓની સંખ્યા 5,000ના આંકડાને પાર કરી જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.
UBM ઇન્ડિયા વિશે
UBM ઇન્ડિયા એ પ્રદર્શનોનું આયોજન કરનારી ટોચની કંપની છે, જે આ પ્રકારના આયોજન દ્વારા વિશ્વભરના ખરીદદારો અને વેચારણકર્તાઓ વચ્ચે એક્સિબિશનના પોર્ટફોલિયો તેમજ પરિષદો એને પરિસંવાદોના આયોજન દ્વારા સેતુ સાધી ઇન્ડસ્ટ્રીને શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડે છે. UBM ઇન્ડિયા દર વર્ષે સમગ્ર દેશમાં 25 મોટા પાયાના એક્સિબિશન અને 40 પરિષદની મિજબાની કરે છે, જેના થકી અનેકવિધ ઇન્ડસ્ટ્રી વચ્ચે વેપારને ઉત્તેજન મળે છે. UBM એશિયા કંપની, UBM ઇન્ડિયાના મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લુરુ અને ચેન્નઈ ખાતે કાર્યાલયો આવેલા છે. UBM એશિયા એ લંડન સ્ટોક એક્સચેન્જમાં નોંધાયેલી UBM plcની માલિકીની કંપની છે. UBM એશિયા એ એશિયાની ટોચની પ્રદર્શન આયોજક કંપની છે અને ચીન, ભારત અને મલેશિયાની સૌથી મોટી વ્યવસાયિક આયોજક છે.
વધુ વિગતો માટે http://www.ubmindia.inની મુલાકાત લો.
મીડિયા સંપર્ક
પ્રિયા બાદશાહ
[email protected]
+91-22-6172 7353,
UBM ઇન્ડિયા પ્રા. લિ.
Share this article