મુંબઈ , May 27, 2015 /PRNewswire/ --
ભારતમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પરત્વે પોતાના બૃહદ સમર્થનને વિસ્તારતા જિંદાલ ગ્રુપની CSR પાંખ, JSW ફાઈન્ડેશને મુંબઈમાં BMC સ્કૂલોમાં 25 મિનિ સાયન્સ સેન્ટરને સ્પોન્સર કરવાનો નિર્ણય લીધો છે. એક મિનિ સાયન્સમાં 60 ઈન્ટરએક્ટિવ વિજ્ઞાન અને ગણિતની કાર્યપ્રણાલિઓ હોય છે જેમાં ન્યૂટન્સ ડિસ્ક, પેરિસ્કોપ, આર્કિમિડિઝના સ્ક્રૂ, ઈન્ફિનિટી ટનલ, પાયથાગોરસના સિદ્ધાંત વગેરે સુધીના વિષયોની સમજ આપતા વર્કિંગ મોડેલ્સ હોય છે. JSW ફાઉન્ડેશને ભારતમાં સ્કૂલોમાં મિનિ થિએટર સ્થાપિત કરવામાં પાયાગત ગણાતી સ્ટેમ લર્નિંગ પ્રા. લિ. સાથે સહકાર સાધીને આ પહેલ આદરી છે.
(Logo: http://photos.prnewswire.com/prnh/20150527/10123663-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150527/10123663-b )
આ પહેલના ભાગરૂપે જ મુંબઈની કોલાબા મ્યુનિસિપલ માધ્યમિક સ્કૂલમાં ચાવીરૂપ મિનિ સાયન્સ સેન્ટર સેન્ટરને ઈન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે મુંબઈના મેયર સ્નેહલ આંબેકર અને BMC શિક્ષણ સમિતિના ચેરમેન વિનોદ શેલર ઉપસ્થિત રહ્યા હતા. તેમજ JSW ફાઉન્ડેશનના ચેરપર્સન શ્રીમતી સંગીતા જિંદલ પણ હાજર રહ્યા હતા. મેયર સ્નેહલ આંબેકરે મિનિ સાયન્સ સેન્ટર ખાતે વિજ્ઞાન અને ગણિતના કોયડા સમજવામાં ઉત્સુકતા દાખવી હતી. તેમણે કહ્યું હતું કે, "આ કાર્યકારી મોડેલ્સ વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિતનો વિષય સારી રીતે સમજવામાં મદદ મળશે. આ અત્યંત વિચારશીલ કોયડા હોય છે અને વિદ્યાર્થીઓને પણ તેનો અભ્યાસ કરવામાં મજા આવશે. આ JSWની અદભુત પહેલ છે!"
એક NGO દ્વારા તાજેતરમાં જારી કરાયેલા શ્વેતપત્ર અનુસાર, BMCની સ્કૂલોમાંનો ડ્રોપઆઉટ રેટ 2009-10માં (100 વિદ્યાર્થીમાંથી) છ હતો તે 2013-14માં બેવડાઈને 12 થઈ ગયો છે. આ માટેના મુખ્ય કારણોમાં શિક્ષણ, વિદ્યાર્થીઓ અને માળખાગત સુવિધાની નબળી ગુણવત્તાને જણાવાય છે. BMCની સત્તાવાર વેબસાઈટમાં પણ વ્યૂહાત્મક યોજનાઓના ભાગરૂપે શિક્ષક તાલીમ અને ક્ષમતા સર્જનને BMCસી સ્કૂલોનું સ્તર ઊચુ લાવવા માટે જરૂરી ગણાવાઈ રહી છે. આ પૃષ્ઠભૂમિના આધારે, BMC સ્કૂલોને મિનિ સાયન્સ સેન્ટરના સ્વરૂપમાં આધુનિક શિક્ષણ સહાય પૂરી પાડવાની JSWની પહેલ યોગ્ય છે. આનાથી BMC સ્કૂલોમાં શિક્ષણની ગુણવત્તા સુધારવાની સાથે સાથે ડ્રોપઆઉટ રેટ ઘટાડવામાં પણ મદદ મળશે.
સ્ટેમ લર્નિંગ હેઠળ શિક્ષકોને વર્ગખંડના પ્રયોગો માટે મિનિ સાયન્સ સેન્ટરના વર્કિંગ મોડેલ્સનો ઉપયોગ કરવાની પણ તાલિમ અપાય છે. JSWએ સુનિશ્ચત કર્યું છે કે, આ મિનિ સાયન્સ સેન્ટરનું ઈન્સ્ટોલેશન માત્ર એક વખતની કામગીરી બની ન રહે પરંતુ ત્યાં વિજ્ઞાન શીખવવાની કામગીરીમાં અસરકારકતાનું સતત નિરીક્ષણ થયા કરે. સ્ટેમ લર્નિંગે આ માટે સમયાંતરે મૂલ્યાંકન કસોટી નિર્ધારિત કરી છે. JSW ફાઉન્ડેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "JSW ફાઉન્ડેશન, સ્ટેમ અને BMC મેનેજમેન્ટ વચ્ચેની આ સમજૂતિ BMC સ્કૂલોમાં ઘણા પ્રખર હોંશિયાર બાળકો સુધી પહોંચવાની ખાતરી આપે છે."
JSWફાઉન્ડેશન વિષે
JSW ફાઉન્ડેશન એ એક સ્વતંત્ર ટ્રસ્ટ છે જે JSW જૂથની સામાજિક વિકાસની પહેલોનું સંચાલન કરે છે. આ સંસ્થાના વડા શ્રીમતી સંગીતા જિંદાલ છે જેઓ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, આજીવિકા, રમત-ગમત, કલા, સંસ્કૃતિ અને વારસાના ક્ષેત્રોમાં કાર્યરત છે. JSW ફાઉન્ડેશન સમગ્ર ભારતના સમુદાયોને વધુ સારી જિંદગી પૂરી પાડવા સતત પ્રયત્નશીલ રહે છે.
સ્ટેમ લર્નિંગ પ્રા. લિ. વિષે
સ્ટેમ લર્નિંગ પ્રા. લિ. એ ભારતમાં શાળાઓમાં મિનિ સાયન્સ સેન્ટર સ્થાપિત કરનારી આરંભકર્તા સંસ્થા છે. ભારતમાંના જાણીતા વિજ્ઞાનીઓ અને શિક્ષણવિદોની મદદથી સ્ટેમ લર્નિંગે 5માથી માંડીને SSC, CBSC અને ICES બોર્ડના ધો. 10મા સુધીના વિદ્યાર્થીઓ માટે મિનિ સાયન્સ સેન્ટર વિકસાવ્યા છે. મિનિ સાયન્સ સેન્ટરને MSCERTની (મહારાષ્ટ્ર શિક્ષણ બોર્ડ) મંજૂરી મળેલી છે. સ્ટેમ લર્નિંગે ભારતભરની ગ્રામિણ અને શહેરી, ખાનગી અને જાહેર સ્કૂલોમાં 250થી વધુ મિનિ સાયન્સ સેન્ટરનું ઈન્સ્ટોલેશન કર્યું છે.
સ્ટેમ લર્નિંગ પ્રા. લિ.ની શરૂઆત 2011માં થઈ હતી. મહારાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં 40 મેગા સાયન્સ સેન્ટર સફળતાપૂર્વક સ્થાપ્યા બાદ સ્ટેમ લર્નિંગે સ્કૂલોમાં મિનિ સાયન્સ સેન્ટર લોંચ કરવાનો નિર્ણય લીધો હતો જેમાં ટેબલ ટોપ ગણિત અને વિજ્ઞાનના કાર્યકારી મોડેલ્સ હોય જેતી પ્રવૃત્તિ આધારિત જાણકારીને હાંસલ કરી શકાય. સ્ટેમ લર્નિંગ પ્રા. લિ. શિક્ષક તાલિમ અને સમયાંતરે મૂલ્યાંકન મોડેલ ઓફર કરે છે. તાલિમ મોડ્યુલ હિન્દી, અંગ્રેજી અને પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે.
મીડિયા સંપર્ક:
સુશાંત ગાયકવાડ,
[email protected],
+91-9820066022,
Marketing Head,
સ્ટેમ લર્નિંગ પ્રા. લિ.
Share this article