મુંબઈ, May 21, 2015 /PRNewswire/ --
યુબીએમ ઈન્ડિયાના શોનું ગત વર્ષની તુલનાએ 28% વધુ મુલાકાતીઓ સાથે સમાપન થયું
યુબીએમ ઈન્ડિયા દ્વારા મુંબઈમાં બોમ્બે કોન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ખાતે કોંક્રિટ શો ઈન્ડિયા 2015 (7થી 9 મે 2015)નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 10 દેશોના 150થી વધુ પ્રદર્શકોએ ભાગ લીધો હતો અને 5000 ટ્રેડ મુલાકાતીઓ આ શોમાં આવ્યા હતા. આ ટ્રેડ ફેરમાં ઉદ્યોગજગત દ્વારા વિવિધ પ્રોડક્ટ્સ, ઉકેલો અને સેવાઓ પણ દર્શાવવામાં આવી હતી.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150520/10123292-a )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150520/10123292-b )
(Photo: http://photos.prnewswire.com/prnh/20150313/10118322 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ સત્તામંડળ લિમિટેડ(એમએસઆરડીસી)ના જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી એસ.એમ. રામચંદાનીના વિશેષ સંબોધન સાથે આ કાર્યક્રમનો ભવ્ય પ્રારંભ થયો હતો જેમાં સરકારના અધિકારીઓ, અગ્રણી સંગઠનો, ઉદ્યોગજગતના પ્રોફેશનલ્સ અને આ ક્ષેત્રના તજજ્ઞોએ ભાગ લીધો હતો. આ પરિષદમાં ઉદ્યોગજગતના કેટલાક ચાવીરૂપ વક્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ(ઈન્ડિયા)ના પ્રમુખ શ્રી. સૂર્યપ્રકાશ, મેસર્સ ટંડન કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી. વિનય ગુપ્તા, રાજે સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ્સ પ્રા.લિ.ના ડાયરેક્ટર ડો. હિમાંશુ રાજે, શપૂરજી પાલોનજી એન્ડ કંપની લિ. ના કોર્પોરેટ માર્કેટિંગ સ્ટ્રેટેજીના ડાયરેક્ટર શ્રી. જે. પી. રાવ, અમેરિકન કોંક્રિટ ઈન્સ્ટિટ્યુટ પ્રોફેશનલ ડેવલપમેન્ટ, એસીઆઈ યુનિવર્સિટીના મેનેજિંગ ડાયરેક્ટર ડો. માઈકલ થોલેન, અંબુજા સિમેન્ટ લિ.ના કન્સલ્ટન્ટ શ્રી સાયરસ ડોરડી, ઈન્સ્ટિટ્યુટ ઓફ બ્રીજ એન્જિનિયર્સ(આઈઆઈબીઈ)ના જોઈન્ટ સેક્રેટરી અને ધીરેન્દ્ર ગ્રૂપ ઓફ કંપનીઝના સીઈઓ ડો. ગોપાલ રાય, લાફાર્જ ઈન્ડિયા પ્રા.લિ.ના પ્રોડક્ટ ડેવલપમેન્ટ એન્ડ મેનેજમેન્ટના વડા પ્રણવ દેસાઈનો સમાવેશ થાય છે. આ પરિષદમાં એસીસી, ભારત હોઝીયરી, બીએસબીકે પ્રા.લિ., હેસ્સ, હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ, જેએસડબ્લ્યુ સિમેન્ટ, લીલા તાતા રિયલ્ટી, લુઈસ બર્જર, મેગીક્રેટ પ્રિકાસ્ટ, પોલીગોન કેમિકલ્સ પ્રાઈવેટ લિમિટેડ, રાહેજા એન્જિનિયરિંગ, રેલકોન ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિમિટેડ, રૂપ ટેલ્સોનિક અન્ટ્રાસોનિક્સ લિમિટેડ, સ્પાન્ક્રેટ, તાતા સ્ટીલ, ટેક્લા ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ સહિત અન્ય નામાંકિત કંપનીઓના પ્રતિનિધીઓ ઉપસ્થિત રહ્યા હતા.
8 મેના રોજ બ્રીજ ઈન્ડિયા ખાતે અગ્રણી સંબોધકોમાં સ્તુપ કન્સલ્ટન્ટ્સ લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ શ્રી સુભાષ જોગલકર, ગેમોન ઈન્ડિયા લિમિટેડના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સિનિટર વાઈસ પ્રેસિડેન્ટ(પ્રોજેક્ટ્સ) અને સભ્ય વી.એન. હેગડે, આઈઆરબી ઈન્ફ્રાસ્ટ્રક્ટર લિમિટેડના વાઈસ પ્રેસિડેન્ટ(ડિઝાઈન) ડી.એ.ભીંડે, એલ એન્ડ ટી લિમિટેડના ન્યુક્લિઅર એન્ડ સ્પેશિયલ બ્રીજ્સના વડા પી.નિરંજનાનો પણ સમાવેશ થાય છે.
ચીન, જર્મની, ગ્રીસ, ઈટાલી, જાપાન, મલેશિયા, દક્ષિણ કોરિયા, તાઈવાન, ધ નેધરલેન્ડ્સ, યુએસએ અને અન્ય દેશોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કન્સ્ટ્રક્શન ઉદ્યોગના પ્રતિનિધીઓએ ભારતીય બજારમાં આ ક્ષેત્રે ચાલી રહેલી હલચલ અને ટેકનોલોજી સંબંધિત ટ્રેન્ડ્ઝ અંગે વિગતવાર જાણકારી મેળવવા માટે ભારતની મુલાકાત લીધી હતી. ટોયોટા ફોર્મ્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, એશટેક, હેસ્સ કોંક્રિટ મશીનરી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, જેએસડબ્લ્યૂ સીમેન્ટ લિમિટેડ, આરએમસી રેડીમિક્સ(ઈન્ડિયા), ગોદરેજ, એપોલો ઈન્ફ્રાટેક પ્રાઈવેટ લિમિટેડ, હ્યુન્ડાઈ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, તાતા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ જેવી કંપનીઓ દ્વારા આ ટેકનોલોજી શોકેસમાં શ્રેષ્ઠ ઈનોવેશન્સ રજૂ કરવામાં આવ્યા હતા. ધ ઈનોવેશન કોર્નર, ઈન્ટરએક્ટિવ ઝોન, અને કોંક્રિટ મેન આ કાર્યક્રમના કેટલાક મુખ્ય આકર્ષણો હતા. ઈનોવેટિવ પ્રોડક્ટ્સમાં વ્યૂઅર્સ ચોઈસ એવોર્ડ એશટેકે જીત્યો હતો.
એસોસિએશન ઓફ કન્સલ્ટિંગ સિવિલ એન્જિનિયર્સ(ઈન્ડિયા)ના પ્રમુખ શ્રી સૂર્ય પ્રકાશે જણાવ્યુ હતું કે, "ભારતમાં સિમેન્ટ અને કોંક્રિટ ઉદ્યોગે નિશ્ચિત વિકાસ જાવી રાખ્યો છે. તાજેતરની પંચવર્ષીય યોજનામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર પર વધુ ભાર મુકવામાં આવ્યો હતો કારણ કે કોઈપણ ક્ષેત્રના વિકાસ માટે તે પાયાની જરૂરિયાત છે. 280 મિલિયન ટનના જંગી ઉત્પાદન સાથે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો દેશ છે અને આગામી કેટલાક વર્ષોમાં આ ઉત્પાદન ક્ષમતા વધીને 800 મિલિયન ટન થશે. કોંક્રિટ આપોઆપ સમારકામ અને જોડાણ પર હાલમાં સંશોધન ચાલી રહ્યા છે અને ટુંક સમયમાં તે આચરણમાં આવી જશે. કોંક્રિટ, જરૂરી કાચોમાલ કે જે નદીની રેતી છે તેની સતત વધતી માંગના કારણે, વર્તમાન સમયમાં ચાલતી ભાવની હરિફાઈના સમયમાં તે વધુ મોંઘા થઈ ગયા છે. માંગ અને પૂરવઠા વચ્ચેના અંતરને પહોંચી વળવા માટે ઉત્પાદકોએ સિરામિક કચરો, સ્ટોન ડસ્ટ, નાળીયેરના કાચલા, ડાંગરના ફોતરાં વગેરે ચીજોના રિસાઈકિલંગ જેવી નવી ઉત્પાદન પદ્ધતિઓ અપનાવવી જોઈએ. જો આ ઉદ્યોગમાં આપણે આવા કેટલાક નવતર પ્રયોગો કરીશુ તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર ચોક્કસપણે સારું ભાવી ઘડી શકશે. કોંક્રિટ શો ઈન્ડિયા 2015 મુલાકાતીઓ માટે આકર્ષક અને પ્રદર્શકો માટે લાભદાયી મંચ છે કારણ કે સમગ્ર કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈકોસિસ્ટમ અહીં સુલભ હતી."
ઉદ્યોગજગતનો પ્રતિભાવ:
હેસ્સ ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મનોજ કુમારે જણાવ્યું હતું કે, "કોંક્રિટ શો ઈન્ડિયા સાથે અમે છેલ્લા 3 વર્ષથી સંકળાયેલા છીએ અને અમે મેળવેલા પ્રતિભાવો સકારાત્મક છે. નવી નીતિઓ અમને અમારો વ્યવસાય વિસ્તારવામાં મદદરૂપ થાય છે અને કોંક્રિટ શો ઈન્ડિયા 2015 અમારી ટેકનોલોજીઓને દર્શાવવા માટે શ્રેષ્ઠ મંચ છે. અમે પાવરપ્લાન્ટ બનાવવા માટે 100% ઉકેલો ઉપલબ્ધ કરાવીએ છીએ અને અમે ભેજયુક્ત (વેટ) કોંક્રિટ તેમજ હળવા વજનની (લાઈટવેઈટ) કોંક્રિટ પ્રદર્શિત કરી રહ્યા છીએ. અમને મળેલા પ્રતિભાવોથી અમે એકદમ સંતુષ્ટ છીએ અને આગામી વર્ષે પણ ભાગ લેવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ."
જેકે સિમેન્ટ્સના કસ્ટમર ટેકનિકલ સર્વિસના જનરલ મેનેજર શ્રી નિતાંત શાહે જણાવ્યું હતું કે, "સરકારે નવી નીતિઓ માટે પગલાં લીધા બાદ, આ ઉદ્યોગમાં વૃદ્ધિ જોવા મળી છે અને તેમાં મોટાભાગની પ્રાધાન્યતાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉદ્યોગને સમર્પિત છે. આ પ્રદર્શન અમારા મોટાભાગના વર્તમાન અને નવા જોડાઈ રહેલા ગ્રાહકો સુધી પહોંચવા માટે તેમજ અમારી પ્રોડક્ટ્સની યોગ્યતા અને વિકાસ દર્શાવવા માટે મંચ પુરો પાડે છે. કોંક્રિટ શો ઈન્ડિયા 2015માં ભાગ લેવો અને સિમેન્ટ ઉદ્યોગમાં થતા સંશોધનોને પ્રદર્શિત કરવા માટે આ મંચનો ઉપયોગ કરવો તે અમારા માટે ગૌરવની વાત છે. અમે ગ્રે સિમેન્ટ, વોલ પુટ્ટી, વ્હાઈટ સિમેન્ટ જેવી ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્સ અને તેના અલગ અલગ ઉપયોગો દર્શાવી રહ્યા છીએ."
ગોદરેજ એન્ય બોય્સ મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડના કન્સ્ટ્રક્શન મટિરિયલ્સ મુંબઈના ચીફ મેનેજર શ્રી પ્રવીણ લાલ થીરવાણીએ જણાવ્યું હતું કે, "અમે છેલ્લા બે વર્ષથી ખુશીથી સંકળાયેલા છીએ અને અમે સતત સમજી રહ્યા છીએ કે બ્રાન્ડ વિઝિબલિટી ગ્રાહકોના પ્રતિભાવોના આધારે વધી છે. આ વર્ષે અમે એએસી લાઈટવેઈટ બ્લોક્સ દર્શાવી રહ્યા છીએ, જે પરંપરાગત ઈંટો અને ટફ કોંક્રિટ પ્રોડક્ટ્સ (આરએમસી પ્રોડક્ટ) કરતા એક સંશોધનાત્મક ટેકનોલોજી છે. આવા કાર્યક્રમો અમને એવો મંચ પુરો પાડે છે જેમાં લોકોને જાણવા મળે છે કે, અમે કેવા પ્રકારની ટેકનોલોજી અને પ્રોડક્ટ્સ આપી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને એએસી લાઈટવેઈટ બ્લોક્સ છે."
યુબીએમ ઈન્ડિયા વિશે
યુબીએમ ઈન્ડિયાએ ભારતની અગ્રણી પ્રદર્શન આયોજક કંપની છે જે વિવિધ ઉદ્યોગોને એવો મંચ પુરો પાડે છે જ્યાં દુનિયાભરના ગ્રાહકો અને ખરીદદારો પ્રદર્શનના પોર્ટફોલિયો, માહિતીસભર પરિષદો અને સેમીનારોની મદદથી સાથે આવે છે. યુબીએમ ઈન્ડિયા આખા વર્ષમાં દેશભરમાં 25થી વધુ મોટાકદના પ્રદર્શનો અને 40 પરિષદોનું આયોજન કરે છે; જેથી બહુસ્તરીય ઔદ્યોગિક વ્યાપાર વિકસે છે. યુબીએમ એશિયા કંપનીની, યુબીએમ ઈન્ડિયા મુંબઈ, નવી દિલ્હી, બેંગલોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. યુબીએમ એશિયાએ યુબીએમ પીએલસીની માલિકી હેઠળની કંપની છે જે લંડન સ્ટોક એક્સેચેન્જમાં લિસ્ટેડ છે. યુબીએમ એશિયા કંપની એશિયામાં અગ્રણી પ્રદર્શન આયોજક છે અને મુખ્યત્વે ચીન, ભારત તેમજ મલેશિયામાં સૌથી મોટી વ્યાપારિક આયોજક છે. વધુ માહિતી માટે કૃપા કરીને http://www.ubmindia.in ની મુલાકાત લો
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ,
[email protected],
+91-22-71627353,
યુબીએમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
અન્જલિના પ્રધાન
[email protected]
+91-11-66517646
યુબીએમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ
Share this article