અખિલ ભારતીય પરીક્ષા પરિણામો હવે ઉપલબ્ધ છે IndiaOnline.in મોબાઈલ એપ પર
દિલ્હી, May 15, 2015 /PRNewswire/ --
ભારતભરના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. IndiaOnline.in દ્વારા તાજેતરમાં જ તેની એન્ડ્રોઈડ આધારિત મફત મોબાઈલ એપને લોંચ કરવામાં આવી છે, જેનું નામ છે "IndiaOnline.in App", જે હવે તમામ ભારતીય સ્કૂલ બોર્ડ્સના પરિણામો પૂરા પાડશે.
આ એપ તમામ રાજ્ય-સ્તરના સ્કૂલ બોર્ડ્સ તેમજ CBSE અને CISCE જેવા રાષ્ટ્રીય-સ્તરના સ્કૂલ બોર્ડ્સની પરીક્ષાના પરિણામો સુધી મફત પહોંચી પૂરી પાડશે.
ભારતભરના વિદ્યાર્થીઓ માટે આ એપ એક મોટી રાહતરૂપે આવી છે જેઓ પાસે તેમના પરિણામોને ચકાસવા માટે કોઈ ઉપાય નહોતો. તેઓ હવે ખૂબ જ સરળતાથી, તેમના ઘરે બેઠા આરામથી, તેમના મોબાઈલ ફોન પરથી તેમની પરીક્ષાના પરિણામોને ચકાસી શકે છે. આ એપ 2G અને 3G એમ બંનેનો સપોર્ટ ધરાવે છે.
આ એપને ગુગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકાય છે જે માટે "IndiaOnline.in App" સર્ચ કરવાનું રહે છે અથવા તો આ લિંક - http://mobile.indiaonline.in/ પરથી તેને ડાઉનલોડ કરી શકાય છે
https://play.google.com/store/apps/details?id=in.indiaonline.news.
આ એપ 200+ અખબારો, રસપ્રદ વાઈરલ લેખો, હવામાનના સમાચારો, સ્થાનિક શહેરની શોધ, જન્મકુંડળી, જોક્સ, વીડિયો વગેરે સહિતના લેટેસ્ટ સમાચારો અને અપડેટ્સ જેવી અન્ય રોમાંચકારી સેવાઓથી પણ ભરપૂર છે.
IndiaOnline.in વિશે:
ઈન્ડિયા ઓનલાઈન નેટવર્ક એ પાન ઈન્ડિયા ઈન્ટરનેટ પ્રાઈવેટ લિમિટેડની એક પહેલ છે. આ 350 કરતા વધુ ભારત કેન્દ્રિત પોર્ટલ્સનું એક અનોખું અને તેના પ્રકારનું સૌથી મોટું નેટવર્ક છે. તેઓ તમામ સંભવિત સંસાધનો અને સેવાઓનું એક નેટવર્ક બિછાવી રહ્યા છે જે ઓનલાઈન ઉપલબ્ધ હોઈ શકે. ભારતના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, મહાનગરો અને આશરે 300 મોટા શહેરોમાંથી પ્રત્યેક માટે એક સમર્પિત પોર્ટલ દ્વારા તેઓને આવરી લેવાયા છે, ત્યારે દેશના અન્ય 4000 જેટલા શહેરોને તેમના સંલગ્ન રાજ્ય પોર્ટલ્સ પર સબ-સાઈટ્સ દ્વારા આવરી લેવાયા છે.
મીડિયા સંપર્ક
પૂજા કુમારી
પીઆર અને મીડિયા મેનેજર
ફોન- 011-41306106 (5 લાઈન)
મોબાઈલ- 07838033290
ઈમેઈલ- [email protected]
Share this article