મુંબઈ, May 8, 2015 /PRNewswire/ --
UBM ઈન્ડિયાએ આજે બોમ્બે એક્ઝિબિશન સેન્ટર, મુંબઈ ખાતે બ્રિજિસ ઈન્ડિયા સાથે મળીને કોંક્રીટ શો ઈન્ડિયા 2015ની 3જી આવૃત્તિ લોંચ કરી છે. આ ત્રણ દિવસનો શો (7થી 9 મે)નું ઉદઘાટન મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમના (MSRDC) સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર, શ્રી એસ એમ રામચંદાણી તથા અન્ય ઔદ્યોગિક મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. કોંક્રીટ ઉદ્યોગને સમર્પિત આ શોમાં માર્ગ અને ધોરીમાર્ગો, આવાસ, એરપોર્ટ, બંદરો, વીજ, રેલ, બંધ અને પુલો જેવા ચાવીરૂપ ક્ષેત્રોને આવરી લેવાયા છે.
(Photo: http://photos.prnewswire.com/prnh/20150507/10122334 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20150313/10118322 )
(Logo: http://photos.prnewswire.com/prnh/20130226/599595-c )
કોંક્રીટ શો 2015 ને અમેરિકન કોંક્રીટ ઈન્સ્ટિટ્યૂટ - ભારતીય ચેપ્ટર, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ બ્રિજ એન્જિનિયર્સ, RMCMA (રેડી મિક્સ્ડ કોંક્રીટ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન), ધ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિયર્સ જેવા અગ્રણી એસોસિયેશનની સહાય પ્રાપ્ત થઈ છે.
આ ક્ષેત્ર સાથે સંકળાયેલી નવી પ્રોડક્ટ્સ, ટેકનોલોજી તથા ટ્રેન્ડનું નિરૂપણ કરી રહેલી આ ઈવેન્ટ ચીન, જર્મની, ગ્રીસ, ઈટાલી, કોરિયા, તાઈવાન, નેધરલેન્ડ્સ, મલેશિયા અને અમેરિકા ઉપરાંત ભારતમાંથી વિશ્વભરના 150થી વધુ પ્રદર્શનકારોના સહભાગીપણાની સાક્ષી બની છે. આ ઈવેન્ટમાં ભાગ લઈ રહેલા અગ્રણી ચાવીરૂપ ખેલાડીઓમાં ટોયોટા ફોર્મ્સ ઈન્ડિયા પ્રા. લિ., એશ્ટેક, હેસ કોંક્રીટ મશીનરી ઈન્ડિયા પ્રા. લિ., JSW સિમેન્ટ લિમિટેડ, RMC રેડીમિક્સ (ઈન્ડિયા), ગોદરેજ કન્સ્ટ્રક્શન, એપોલો ઈન્ફ્રાટેક પ્રા. લિ., હ્યુન્ડાઈ એલ્યુમિનિયમ કો. લિ., ટાટા સ્ટીલ લિ., રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.નો સમાવેશ થાય છે.
કોંક્રીટ ઉદ્યોગના નિષ્ણાતો દ્વારા અગ્રણી બ્રિજ પ્રોજેક્ટ્સની ફરતે રહેલા ઘણા જટિલ મુદ્દાઓની ભીતરમાં ડોકિયું કરવાના હેતુ સાથે ડિઝાઈન કરાયેલ બ્રિજિસ ઈન્ડિયા 2015 પ્રોજેક્ટના અમલીકરણ, કાર્યક્ષમતા અને બ્રિજના નિર્માણમાં સાતત્યપણાની અંદર રહેલા અવકાશ વચ્ચે સેતુ બાંધવાનો અને વિવિધ કારમા ઈજનેરી પડકારોને દૂર કરવાનો ઉદ્દેશ ધરાવે છે. આ ઈવેન્ટ તેના સહભાગીઓને આગામી પ્રોજેક્ટ્સને ટ્રેક કરવા, પ્રવર્તમાન કન્સ્ટ્રક્શ અપડેટ્સના પ્રસ્તુત કરવા અને બ્રિજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરાયેલા રોકાણ પર પ્રકાશ પાડવામાં મદદરૂપ થશે. ઉદ્યોગ નિષ્ણાતો સુરક્ષા, સેવાકીયતા અને બાંધકામ સાર્થકતાને સિદ્ધ કરવા વિભિન્ન બ્રિજ ડિઝાઈન ફિલસૂફીઓ સંબંધે તેમના વિશ્લેષણો પ્રસ્તુત કરશે. આ શો આ ઉદ્યોગને વિવિધ ટેકનોલોજી, મશીનરી તેમજ કોન્ટ્રાક્ટ્સના અમલીકરણ સાથે સંકળાયેલા પડકારો અને લાભોને તેમજ કન્સ્ટ્રક્શન, જાળવણી અને નિરીક્ષણને લગતા પડકારોને કેવી રીતે દૂર કરીને પ્રોજેક્ટની આવરદા વધારવી તે બાબતને સમજવામાં પણ મદદ કરશે.
આ ઈવેન્ટની સાથે બે-દિવસીય કોન્ફરન્સ પણ આયોજિત કરવામાં આવી છે જેમાં આ ઉદ્યોગને લગતા વિષયો અંગે ચર્ચા અને વિચારવિમર્શ કરવામાં આવશે. આ કોન્ફરન્સનો એજન્ડા http://www.concreteshowindia.com/conference-programme ખાતે ઉપલબ્ધ છે.
"નવી સરકારની દૂરોગામી યોજનાઓ અને નીતિઓને પગલે ભારતનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પામવા સજ્જ બન્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર મુશ્કેલી મુક્ત, જાળવણી મુક્ત રોડ કન્સ્ટ્રક્શન ઈચ્છે છે. આ માટે ઉચ્ચ ગુણવત્તાશીલ કોંક્રીટની જરૂર રહે છે. કોંક્રીટ શો 2015 કોંક્રીટ અને કોંક્રીટ પ્રોડક્ટમાં લેટેસ્ટ ડિઝાઈન, ટ્રેન્ડ અને મટિરિયલ પર પ્રકાશ પાડશે. આ ઈવેન્ટ કન્સ્ટ્રક્શન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમુદાયને એક સર્વોત્તમ મંચ પૂરો પાડવાની પણ સેવા આપશે," એમ મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમના (MSRDC) સંયુક્ત મેનેજિંગ ડિરેક્ટર, શ્રી એસ એમ રામચંદાણીએ જણાવ્યું હતું.
"ભારતમાં વિકાસને પ્રોત્સાહન આપવા લેવાયેલા સંખ્યાબંધ પગલાં ઉપરાંત સરકાર દ્વારા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં રોકાણમાં તાજેતરમાં કરાયેલો વધારો સ્પષ્ટપણે સૂચવે છે કે આ ક્ષેત્રની ક્ષમતા અને તેની વાસ્તવિક સિદ્ધી વચ્ચે ઘણું અંતર રહેલું છે. ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના વિકાસ માટે સરકારના ભરપૂર પ્રયાસો તેના હિતધારકો માટે એક વ્યાપક તકનું નિર્માણ કરે છે. અમે UBM ઈન્ડિયા ખાતે, કોંક્રીટ શો ઈન્ડિયા 2015 દ્વારા બ્રિજિસ ઈન્ડિયા 2015ના ઉમેરા સાથે, આ ઉદ્યોગને વ્યાપારની તકો પૂરી પાડવાની સાથે-સાથે આ અવકાશને પૂર્ણ કરવાનો ઈરાદો ધરાવીએ છીએ," એમ UBM ઈન્ડિયા પ્રા. લિ.ના કાર્યકારી મેનેજિંગ ડિરેક્ટર, ક્ષી યોગેશ મુદ્રાસે જણાવ્યું હતું.
UBM ઈન્ડિયા વિશે
UBM ઈન્ડિયા એ અગ્રણી એક્ઝિબિશન આયોજક છે જે ઉદ્યોગોને એવો મંચ પૂરો પાડે છે જે એક્ઝિબિશન્સ, સામગ્રીના નેતૃત્વ હેઠળની પરિષદો અને પરિસંવાદોના પોર્ટફોલિયો દ્વારા વિશ્વભરના ખરીદનારા અને વેચનારાને સાથે લાવે છે. UBM ઈનિડયા દર વર્ષે દેશભરમાં 25થી વધુ મોટા સ્તરના એક્ઝિબિશન્સ તથા 40 પરિષદો આયોજિત કરે છે, જેના થકી તે બહુધા ઉદ્યોગ ક્ષિતિજોમાં વ્યાપારને ઉત્તેજન આપવામાં મદદરૂપ થાય છે. UBM એશિયાની કંપની, UBM ઈન્ડિયા હાલ મુંબઈ, નવી દિલ્હી, બેંગ્લોર અને ચેન્નઈમાં ઓફિસ ધરાવે છે. UBM એશિયાની માલિકી UBM plc ધરાવે છે જે લંડન શેરબજારની લિસ્ટેડ કંપની છે. UBM એશિયા એ એશિયામાં અગ્રણી એક્ઝિબિશન આયોજક તથા ચીન, ભારત અને મલેશિયામાં સૌથી મોટી કોમર્શિયલ આયોજક છે. વધુ વિગતો માટે કૃપા કરીને જુઓ વેબસાઈટ http://www.ubmindia.in
મીડિયા સંપર્ક:
પ્રિયા બાદશાહ,
[email protected],
+91-22-71627353,
UBM ઈન્ડિયા પ્રા. લિ.
એન્જલિના પ્રધાન
[email protected]
+91-11-66517646
UBM ઈન્ડિયા પ્રા. લિ.
Share this article