GorakhpurOnline.in. & Gorakhpur Mahotsav 2019 બીજા વર્ષ માટે જોડાણની જાહેરાત કરે છે
ગોરખપુર, ભારત, December 30, 2018 /PRNewswire/ --
પવિત્ર શહેર ગોરખપુરના ઇતિહાસમાં સૌથી મોટો કલ્ચરલ એકસ્ટ્રાવેગેન્ઝા, Gorakhpur Mahotsav 2019 અને Pan India Internet Pvt. Ltd. ભાગના ભાગરૂપે શહેરની નંબર વન વેબ અને ડિજિટલ માર્કેટિંગ સોલ્યુશન્સ કંપની, GorakhpurOnline.in, એ ગોરખપુરને ગ્લોબલ બિઝનેસ, ટૂરિઝમ અને એન્ટરટેઇનમેન્ટના કેન્દ્ર તરીકે બ્રાન્ડ બનાવવાના ઉદ્દેશ્યથી સતત બીજા વર્ષે એક જોડાણની જાહેરાત કરી છે.
Gorakhpur Mahotsav 2019 જાન્યુઆરી 11-13, 2019 થી DDU ગોરખપુર યુનિવર્સિટી ગ્રાઉન્ડ્સમાં યોજાશે અને GorakhpurOnline.in તેનો સત્તાવાર ડિજિટલ મીડિયા પાર્ટનર હશે. મહોત્સવનું આયોજન પ્રવાસન વિભાગ (UP), કલ્ચર વિભાગ (UP) અને ગોરખપુરના જીલ્લા વહીવટ સાથે મળીને કરવામાં આવ્યું છે.
ઇવેન્ટનો મુખ્ય અજેન્ડા ઉત્તર પ્રદેશમાં થતી વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું છે. મહોત્સવ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન શ્રી યોગી આદિત્યનાથ નું બ્રેઈન ચાઈલ્ડ છે. ઇવેન્ટમાં જાણીતા બૉલીવુડ ગાયકો જેમ કે Sukhwinder Singh, Mohit Chauhan અને Shardha Sinha (ભોજપુરી ફેમ) વગેરેની સહભાગિતા જોવા મળશે.
GorakhpurOnline.in સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જેવી ચેનલો દ્વારા તેને પ્રમોટ કરવા કાર્ય કરશે, તેના દ્વારા મહોત્સવનું લાઇવ સ્ટ્રિમિંગ અને એક ચેનલનું નિર્માણ કરશે જેના દ્વારા દેશભરના લોકો ભવ્ય ઇવેન્ટના મિનિટથી મિનિટ અપડેટ્સ મેળવી શકે. કંપની મહોત્સવ મુલાકાતીઓ માટે 'સેલ્ફી સ્પર્ધા' નું પણ આયોજન કરશે.
ગોરખપુર મહોત્સવ 2018-19 ની ઝાંખી અહીં જોઈ શકાય છે:
- https://www.youtube.com/channel/UCdssadcjLwpE3bXZ4IhJCqQ/
- https://www.facebook.com/gorakhpuronline.in
- https://www.facebook.com/gorakhpurmahotsav2019
GorakhpurOnline.in અને IndiaOnline.in નેટવર્કના સીઈઓ અને એમડી, Raj Kumar Jalan ઉમેરે છે, "અમે ખરેખર ખુશ છીએ કે ગયા વર્ષે કરવામાં આવેલી પ્રમોશનલ પ્રવૃત્તિઓએ આ વર્ષે પણ અમારી ભાગીદારીનો માર્ગ ખુલ્લો કર્યો છે. અમારી ડિજિટલ માર્કેટિંગ કુશળતાનો ઉપયોગ કરીને, અમે દેશના દરેક શહેરને પ્રમોટ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. રાજ્ય અને સમગ્ર દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવાના પ્રયાસમાં ગોરખપુર મહોત્વ સાથે સંકળાયેલા હોવાનો અમને ગર્વ છે."
GorakhpurOnline.in વિશે:
ગોરખપુર GorakhpurOnline.in. એ ભારતની પસંદ કરેલી IT અને ઇન્ટરનેટ કંપનીઓ પૈકીની એક છે, જે Pan India Internet Private Limited (PIIPL) નો ભાગ છે, જે NASSCOM અને ISO બંને પ્રમાણિત છે. તે વિશ્વભરના 4000+ થી વધુ ગ્રાહકોને સેવા આપવાના સમૃદ્ધ અનુભવ સાથે 2000+ વેબસાઇટ્સની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે.
કંપની વિશેની વધુ વિગતો તેની સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકાય છે: http://www.panindia.in
મીડિયા સંપર્ક:
Siddharth Jalan
E - [email protected]
M - +91-9811554192
Share this article