એમઈઆઈએલની એન્જિનિયરિંગ અજાયબી તેલંગાણાના સ્વપ્નને વાસ્તવિકતામાં પરિવર્તિત કરે છે
- વિશ્વના સૌથી મોટા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું નિર્માણ કરે છે: કેએલઆઇપી - પૅકેજ 8 પમ્પિંગ સ્ટેશન
હૈદરાબાદ, ભારત, Aug. 12, 2019 /PRNewswire/ -- દક્ષિણ ભારતના સૂકા પ્રદેશ તેલંગાણાનું લાંબા સમયથી ચાલી આવતું સ્વપ્ન હવે વાસ્તવિકતામાં પરિવર્તિત થઇ રહ્યું છે. જયારે કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ (કેએલઆઇપી) તેની કામગીરી શરૂ કરવાની તૈયારીમાં છે ત્યારે આ વિસ્તારના લોકોનું જળ સંકટ જલ્દી જ સમાપ્ત થઈ જશે. કરીમનગર જિલ્લાના લક્ષ્મીપુર ગામના રામાડુગુ ખાતેના પ્રતિષ્ઠિત કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ (કેએલઆઇપી) પૅકેજ 8 પમ્પિંગ સ્ટેશનનો નિર્ણાયક તબક્કો ગોદાવરી નદી પટ્ટામાં સંપૂર્ણ વર્ષ દરમિયાન જળાશયોમાં પાણીનો જીવંત સંગ્રહ કરવાનું સક્ષમ બનાવશે. કેએલઆઈપીનું હૃદય માનવામાં આવતો આ પ્રચંડ પમ્પ હાઉસ એક ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ અજાયબી છે કારણ કે તે વિશ્વનું સૌથી મોટું અંડરગ્રાઉન્ડ પમ્પિંગ સ્ટેશન છે જે પૃથ્વીની સપાટીથી 330 મીટર નીચે બાંધવામાં આવ્યું છે. ઇરિગેશન માટે ઉપલબ્ધ પાણીનો પ્રબલિત સંગ્રહ, અંડરગ્રાઉન્ડ જળનું વર્ધિત સ્તર અને સંબંધિત કૃષિ પ્રવૃત્તિઓ, માછીમારી, પર્યટન વગેરે દ્વારા લોકો માટે આજીવિકાની તકોમાં થનારો વધારો તેલંગાણાના સમગ્ર ચિત્રને બદલી નાખશે. આ અનન્ય પમ્પ હાઉસથી ગોદાવરીના પાણીને તે જ નદીમાં રિવર્સ પમ્પિંગ કરવાનું સક્ષમ કરવામાં આવશે જેનાથી અત્યાર સુધીના શુષ્ક વિસ્તારોનો કાયાકલ્પ સંભવિત બનશે.
પૅકેજ 8 અંડરગ્રાઉન્ડ પમ્પ હાઉસનું વર્ણન કરતા એમઇઆઈએલના ડિરેક્ટર, શ્રી બી. શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું હતું કે, "આ એક અસાધારણ અંડરગ્રાઉન્ડ પમ્પ હાઉસ છે, જમીનની નીચે 330 મીટર નીચે બે (જોડીમાં) ટનલ છે અને વિશ્વનો સૌથી મોટો મોજાના ઉછાળા ધરાવતો પુલ છે. આ વિશ્વમાં એક અલ્ટ્રા-મેગા પ્રોજેક્ટ છે, જેમાં 7 મોટર્સ છે અને દરેકની ક્ષમતા 139 મેગાવોટ છે. આ મોટરો દરરોજ 2 ટીએમસી પાણી ઉપાડી શકે છે, 'મેક ઇન ઇન્ડિયા'નું આ એક સાચું ઉદાહરણ છે કારણ કે દેશમાં આ વિશાળ મોટર્સ કોમ્પ્યુટેશનલ ફ્લૂઇડ ડાયનામિક્સ (સીએફડી) ટેકનોલોજી સાથે વિકસિત થઈ છે. કેએલઆઇપીની સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે તેના દ્વારા 3057 મેગાવોટ ક્ષમતાવાળા ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવું છે જેમાં છ 400KV અને 220KV સબસ્ટેશન, ટ્રાન્સફોર્મર અને 260 કિલોમીટરની ટ્રાન્સમિશન લાઇન, 7 કિલોમીટર 400 કેવી એક્સએલપીઈ અંડર ગ્રાઉન્ડ કેબલનો સમાવેશ થાય છે. કોઈપણ પરિમાણોમાં, આ પ્રોજેક્ટ વિશ્વનો સૌથી વધુ મેગા પ્રોજેક્ટ છે. અને આ પ્રચંડ કાર્ય પૂર્ણ કરવા માટેનો શ્રેય એમઈઆઈએલ ને જાય છે."
આ અંડર ગ્રાઉન્ડ કાર્યનું માળખું અને કદ મગજને હેરત પમાડનારાં છે. પમ્પ હાઉસની આસપાસ જવાથી કોઈ બહુવિધ માળવાળા વિશાળ અંડરગ્રાઉન્ડ શોપિંગ મૉલની મુલાકાત લીધી હોય તેવી અનુભૂતિ થાય છે. સામાન્ય રીતે, લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ્સ માટેના પમ્પ હાઉસ નદીને કાંઠે જમીનના સ્તરે બાંધવામાં આવે છે જેથી પાણીને વધુ ઉંચાઇ સુધી પમ્પ કરી શકાય. જો કે, આ અનન્ય સુપર સ્ટ્રક્ચર, જે વિશ્વમાં તેના પ્રકારનું પ્રથમ છે, જે દરરોજ 2 ટીએમસી પાણીની પમ્પિંગ ક્ષમતા સાથે જમીનની નીચે કિલોમીટરના એક તૃતીયાંશ સ્થાન પર બનાવવામાં આવ્યું છે.
અંડરગ્રાઉન્ડમાંથી પાણીને ઉપાડવા માટે પમ્પ હાઉસ અને સર્જ પૂલ બનાવવા માટે વિશાળ અંડરગ્રાઉન્ડ ગોહરો ખોદવામાં આવી છે. ત્યાંથી પાણી ઉપાડવા માટે પમ્પ અને મોટરો સ્થાપિત કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિક અને તકનીકી પૃષ્ઠભૂમિ પર આધારીત આ માનવસર્જિત એન્જિનિયરિંગ અજાયબી માટે, 4.75 લાખ ઘનમીટર કોંક્રિટનો ઉપયોગ કરીને પાવર હાઉસ બનાવવા માટે પૃથ્વીની સપાટીથી 300 મીટર નીચે 21.6 લાખ ઘનમીટર જમીન ખોદવામાં આવી છે.
વિશ્વમાં ક્યાંય પણ, 140 મીટર ઊંડાઈ, 25 મીટરની પહોળાઈ અને 65 મીટરની ઊંચાઈ ધરાવતી આટલી મોટી વિશાળકાય ગોહર અસ્તિત્વમાં નથી. પમ્પહાઉસ સર્વિસ બે જમીનની નીચે 221 મીટરની સપાટીએ સ્થિત છે, જ્યારે પમ્પ બે 190.5 મીટર, ટ્રાન્સફોર્મર બે 215 મીટર પર, કંટ્રોલરૂમ અનુક્રમે પૃથ્વીની સપાટીથી નીચે 209 મીટર છે. પમ્પ હાઉસમાં અનન્ય બે (જોડીમાં) ટનલ છે, જે બાજુ બાજુમાં બાંધવામાં આવી છે. દરેક ટનલની લંબાઈ 4,133 મીટર અને વ્યાસ 10.5 મીટર છે. જેમ કે દરેક મોટરને ચલાવવા માટે 139 મેગાવોટ પાવરની આવશ્યકતા હોય છે, તેથી કમ્પ્રેસર યુનિટ્સ સાથે 160 કેવીએ ક્ષમતાવાળા પમ્પ ટ્રાન્સફોર્મર સફળતાપૂર્વક ગોઠવવામાં આવ્યા છે.
આ અંડરગ્રાઉન્ડ નિર્માણનો સૌથી આકર્ષક ભાગ એ પમ્પ હાઉસમાં સર્જ પૂલનું નિર્માણ છે. અવિરત પમ્પિંગ સુનિશ્ચિત કરવા માટે, પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ કરવા માટે ત્રણ સર્જ પૂલ બનાવવામાં આવ્યા છે. અંડરગ્રાઉન્ડમાં 138 મીટરની ઊંડાઈ પર ટર્બાઇન પમ્પનું નિર્માણ એ પ્રોજેક્ટનું બીજું અનન્ય લક્ષણ છે. દરેક મોટર પમ્પનું વજન આશરે 2,376 મેટ્રિક ટન છે અને તે દરેક પમ્પ એકમના વિશાળ કદની કલ્પના કરી શકાય તેમ છે. આ કારણોસર, આ મોટર્સને 'બાહુબલી મોટર્સ' તરીકે ઓળખવામાં આવે છે.
ખેતરોમાં સમયસર પાણી પહોંચાડવાના અને તેલંગાણાની તરસ છીપાવવાના ઉદ્દેશ સાથે આવા જટિલ અને હાઈ-એન્ડ ઇલેક્ટ્રો-મિકેનિકલ કાર્યોમાં 30 વર્ષની સમૃદ્ધ તકનીકી કુશળતા ધરાવતી મેઘા એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (એમઈઆઈએલ) એક લક્ષ્યરૂપે આ પ્રોજેક્ટને આગળ વધારી રહી છે.
"તેલંગાણાના ડ્રીમ પ્રોજેક્ટ અને વિશ્વના સૌથી મોટા લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ, કેએલઆઇપીનો ભાગ બનવા બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ. વિશ્વના સર્વશ્રેષ્ઠ એન્જિનિયરિંગ સપ્લાયરો સાથે સંકલન કરીને અને તેલંગાણાના પાણી અંગેના સપનાને સાકાર કરીને વૈશ્વિક કક્ષાની તકનીકી સાથે અમલીકરણ કરવાનો આ એક લહાવો અને આજીવન તક રહી છે." તેવું એમઈઆઈએલના ડિરેક્ટર બી. શ્રીનિવાસ રેડ્ડીએ કહ્યું હતું.
The Fact Sheet
https://svrao.wetransfer.com/downloads/5f18db4015ebdccd3de0d595f9802bf520190808050353/83ee61
Photo: https://mma.prnewswire.com/media/958220/MEIL_Package_8.jpg
Video: https://mma.prnewswire.com/media/958221/MEIL_Package_8.mp4
Logo: https://mma.prnewswire.com/media/958718/MEIL_Logo.jpg
Photo: https://mma.prnewswire.com/media/959114/MEIL_Gravity_Canal.jpg
Share this article