ડો. બત્રાઝ હોમિયોપેથી ક્લિનિક્સ દ્વારા 'વર્લ્ડ હોમિયોપેથી ડે' નીમિત્તે 10000 દર્દીઓને વિશ્વભરમાં સારવાર અપાશે
મુંબઈ, April 9, 2019 /PRNewswire/ --
હોમિયોપેથીના સ્થાપક ડો. સેમ્યુઅલ હેનમેનની 264મી જન્મજયંતી નિમિત્તે ડો. બત્રાઝ હોમિયોપેથી ક્લિનિક્સ 10000 દર્દીઓને મફત દવા આપવાનો હેતુ ધરાવે છે. વિશ્વની અગ્રણી હોમિયોપેથી કંપની ભારતના 125 શહેરોમાં 225 ક્લિનિક્સ અને લંડન, દુબઈ, મનામા, ઢાકા અને અબુ ધાબી સહિત 10 વિદેશી સ્થળોએ 10 એપ્રિલે, બુધવારે દ્વાર ખુલ્લા રાખશે જેમાં કોઈપણ દર્દી તેમના ક્લિનીકમાં સવારે 10થી બપોરે 3 વાગ્યા સુધી આવી શકે છે.
(Logo: https://mma.prnewswire.com/media/846836/Dr_Batra_s_Homeopathy_Logo.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/846797/Dr_Mukesh_Batra_Dr_Batra_Healthcare.jpg )
(Photo: https://mma.prnewswire.com/media/858881/Benefits_of_Homeopathy_Gujarati.jpg )
હોમિયોપેથી, વિશ્વ આરોગ્ય સંસ્થા (હૂ)ના અનુસાર, વિશ્વની મેડિસીનની બીજી સૌથી વિશાળ પ્રણાલી છે અને 86 દેશોમાં પ્રેક્ટિસ કરે છે અને વિશ્વભરમાં 200મિલિયનથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. ભારતમાં, 10 કરોડથી વધુ લોકો હોમિયોપેથી પર નિર્ભર છે. તમામ એઈમ્સ જિલ્લા સ્તરે છે તેમાં હોમિયોપેથી શાખાઓ છે. હોમિયોપેથી સારવાર હવે વીમા કંપનીઓ પણ કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં આવરે છે.
એવા અનેક લાભો છે કે જે હોમિયોપેથી દ્વારા દર્દીઓને ઓફર કરવામાં આવે છે. તેમાં સૌથી અગ્રેસર તેની હોલિસ્ટિક ટ્રીટમેન્ટ છે. અન્ય લાભ એ છે કે હોમિયોપેથી સુરક્ષિત છે અને કુદરતી રીતે સારવાર આપે છે. આ લાભો ઉપરાંત, મેડીસીનના અન્ય સ્વરૂપોથી તે તેની કિફાયત કિંમતથી અલગ પડે છે. એટલું જ નહીં તે નોન ઈનવેસિવ અને નોન ટોક્સિક છે. હોમિયોપેથી સફળતાપૂર્વક એલર્જી, અસ્થમા, હેર લોસ, માઈગ્રેન, એન્ગ્ઝાઈટી અને ડિપ્રેશન, સોરિયાસીસ, પીસીઓએસ, વ્હાઈટ પેચીસ જેવા અનેક રોગોની તમામ વયના લોકોને સારવાર આપી શકે છે.
આ અંગે ડો. બત્રાઝ ગ્રૂપ ઓફ કંપનીઝના સ્થાપક અને ચેરમેન એમેરિટસ પદ્મશ્રી ડો. મુકેશ બત્રાએ કહ્યું હતું, 'હોમિયોપેથીના સ્થાપકની સ્મૃતિમાં તેમને સન્માન આપવાનો સૌથી સારો માર્ગ એ છે કે તેના હિલીંગ પાવરનો ખરો અનુભવ વધુ લોકોને થઈ શકે. વિશ્વમાં 122 શહેરોમાં હાજરી અને બહોળી પહોંચ સાથે તથા 400થી વધુ ડોક્ટરોના મેડિકલ એક્સપર્ટાઈઝ સાથે અમારો હેતુ આ ઈનિશિયેટિવ દ્વારા 10000થી વધુ દર્દીઓ સુધી પહોંચવાનો છે. અમે અન્ય હોમિયોપેથ્સને પણ અનુરોધ કરીએ છીએ કે તેઓ દર વર્ષે આ ઈનિશિયેટિવમાં અમારી સાથે જોડાય.'
ડો. બત્રાઝ ભારતમાં 160થી વધુ ફ્રી ક્લિનિક્સ ચલાવે છે જેથી હોમિયોપેથીની ઉત્કૃષ્ટ સેવા ફેલાવી શકાય અને સાથે તે પાર્ટનર એનજીઓ જેમકે વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઈન્ડ, શેફર્ડ વિડોઝ હોમ, મર્સી ઓલ્ડ એજ હોમ, સંધ્યા હોમ ફોર એજેડ, લિટલ સિસ્ટર્સ ઓફ પૂઅર (હૈદરાબાદ, બેંગલુરુ અને ચેન્નઈ), એક પ્રયાસ અને કરતાર આસરા હોમમાં મફત સારવારની સુવિધા તેની સીએસઆર શાખા ડો. બત્રાઝ ફાઉન્ડેશન દ્વારા આપે છે.
To locate your nearest DrBatra's clinic ડો. બત્રાઝ ક્લિનિક્સ આપની નજીકમાં શોધવા માટે:
- http://www.drbatras.com ની મુલાકાત લો.
- 9167791677 નંબર પર કોલ કરીને તમારી અપોઈન્ટમેન્ટ બૂક કરો.
ડૉ. બત્રા વિશે
ભારત, યુકે, યુએઈ, બહેરિન અને બાંગ્લાદેશમાં આશરે 225 ક્લિનિક્સ સાથે, ડો. બત્રા વિશ્વની સૌથી મોટી હોમિયોપેથિક ક્લિનિક ચેઇન છે. વિશ્વભરના 400 થી વધુ હોમિયોપેથિક નિષ્ણાતો સાથે અને આશરે 15 લાખ દર્દીઓની સારવાર સાથે, બ્રાન્ડને તાજેતરમાં યુએસએ ઇન્ટરનેશનલ બ્રાન્ડ કન્સલ્ટિંગ કૉર્પોરેશન, યુ.એસ.એ. દ્વારા 'ઇન્ડિયાઝ મોસ્ટ ટ્રસ્ટ્ડ બ્રાન્ડ 2017' તરીકે ઓળખવામાં આવી હતી.
Media Contact:
Danielle Gracias
[email protected]
+91-9819180717
PR Manager
Dr Batra's Multi Specialty Homeopathy
Share this article