નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ક્વાર્ટરમાં જીટીપીએલ હેથવે સ્થિર કામગીરી અહેવાલિત કરે છે
અમદાવાદ, ભારત, જાન્યુ. 14, 2025 /PRNewswire/ -- ભારતના સૌથી મોટા ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા અને અગ્રણી બ્રોડબેન્ડ સેવા પ્રદાતા, જીટીપીએલ હેથવે લિમિટેડે 31, ડિસેમ્બર 2024ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા માટે તેના નાણાકીય પરિણામો જાહેર કર્યા.
મુખ્ય નાણાકીય હાઇલાઇટ:
મુખ્ય એકીકૃત વ્યવસાય અને નાણાકીય હાઇલાઇટ: નાણાકીય વર્ષ 25નું ત્રીજું ક્વાર્ટર (વાર્ષિક)
- નાણાકીય વર્ષ 25 ના ત્રીજા ક્વાર્ટરમાં કુલ આવક ₹8,957 મિલિયન રહી, જે 4% વાર્ષિકની વૃદ્ધિ દર્શાવે છે.
- નાણાકીય વર્ષ 25નું ત્રીજું ક્વાર્ટર માં ઇબીઆઈટીડીએ ₹1,138 મિલિયન રહ્યો, જેમાં ઇબીઆઈટીડીએ માર્જિન 12.7% અને ઓપરેટિંગ ઇબીઆઈટીડીએ માર્જિન 21.8% હતું .
- નાણાકીય વર્ષ 25નું ત્રીજા ક્વાર્ટમાં કરવેરા પછી નફો ₹ 102 મિલિયનહતો.
વિગતો(₹ મિલિયનમાં) |
નાણાકીય વર્ષ 25નું બીજા ક્વાર્ટર |
નાણાકીય વર્ષ 24નું બીજા ક્વાર્ટર |
નાણાકીય વર્ષ 25નું બીજા ક્વાર્ટર |
નાણાકીય વર્ષ 24 |
ડિજિટલ કેબલ ટીવી આવક |
3,024 |
3,249 |
3,129 |
12,604 |
બ્રોડબેન્ડ આવક |
1,383 |
1,352 |
1,367 |
5,268 |
કુલ આવક |
8,957 |
8,607 |
8,620 |
32,460 |
ઇબીઆઈટીડીએ |
1,138 |
1,305 |
1,138 |
5,111 |
ઇબીઆઈટીડીએ માર્જિન (%) |
12.7 % |
15.2 % |
13.2 % |
15.7 % |
ઓપરેટિંગ ઇબીઆઈટીડીએ*(%) |
21.8 % |
24.2 % |
21.8 % |
24.4 % |
કર પછી નફો |
102 |
238 |
129 |
1,069 |
*ઓપરેટિંગ ઇબીઆઈટીડીએ (%) = (સક્રિયકરણ નું ઇબીઆઈટીડીએ અને અન્ય આવક નેટ) / (સબ્સ્ક્રિપ્શન + આઈએસપી + અન્ય ઓપરેટિંગ આવક)
ઓપરેશનલ હાઇલાઇટ
ડિજિટલ કેબલ ટીવી
- 31 ડિસેમ્બર, 2024 સુધીમાં સક્રિય સબ્સ્ક્રાઇબર 9.60 મિલિયન વાર્ષિક 200હજાર
- ચૂકવણી કરનારા સબ્સ્ક્રાઇબર્સ 8.90 મિલિયન રહ્યા છે, જે વાર્ષિક 200K વધ્યો છે
- કેબલ ટીવીમાંથી કુલ સબ્સ્ક્રિપ્શન આવક 3024 મિલિયન રહ્યું
બ્રોડબેન્ડ
- બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સમાં વાર્ષિક 37 હજાર આમ 1042 હજાર થયો
- 31 ડિસેમ્બર, 2024ના રોજ હોમપાસ, 5.95 મિલિયન હતો - 5.95 મિલિયન માંથી 350 હજાર વાર્ષિકનો ઉમેરો, જે 75% એફટીટીએક્સ રૂપાંતર માટે ઉપલબ્ધ છે
- ક્વાર્ટરમાં બ્રોડબેન્ડ સરેરાશ આવક પ્રતિ વપરાશકર્તા (એઆરપીયુ) ₹ 465 પ્રતિ મહિને પ્રતિ સબ્સ્ક્રાઇબર રહી, જે વાર્ષિક ₹ 5 નો વધારો દર્શાવે છે.
- દર મહિને પ્રતિ વપરાશકર્તા સરેરાશ ડેટા વપરાશ 365 જીબી હતો, જે વાર્ષિક 6%નો વધારો દર્શાવે છે
પરિણામો પર ટિપ્પણી કરતા, જીટીપીએલ હેથવે લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર, શ્રી અનિરુદ્ધસિંહ જાડેજા -એ જણાવ્યું હતું કે,
"જીટીપીએલ બંને બિઝનેસ ડિવિઝનમાં સતત ગ્રાહક આધાર વધારવાનું ચાલુ રાખે છે, જે અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ અને નવીન ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવે છે. અમારા સબ્સ્ક્રાઇબર્સ માટે સર્વગ્રાહી અનુભવ પૂરો પાડવા પર અમારા ધ્યાનને કારણે અમને દેશના સૌથી મોટા એમએસઓ તરીકે અમારી સ્થિતિ જાળવી રાખવામાં સક્ષમ બનાવ્યું છે. અમને સતત એકત્રીકરણ તરફ અનુકૂળ ઉદ્યોગ ગતિશીલતાના આધારે બંને બિઝનેસ સેગમેન્ટમાં આગામી ક્વાર્ટરમાં અમારી વૃદ્ધિનો વિશ્વાસ છે."
જીટીપીએલ હેથવે લિમિટેડ વિશે
જીટીપીએલ હેથવે લિમિટેડ ડિજિટલ કેબલ ટીવી સેવાઓ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી એમએસઓ છે અને તે ભારતમાં સૌથી મોટી ખાનગી વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓમાંથી એક છે. કંપની ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતા છે અને પશ્ચિમ બંગાળમાં અગ્રણી ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા છે. કંપનીની ડિજિટલ કેબલ ટીવી સેવાઓ ભારતભરના 23 રાજ્યોમાં 1,500 થી વધુ નગરો સુધી પહોંચી છે. કંપની 47,000+ બિઝનેસ પાર્ટનર્સ, 200+ બ્રોડકાસ્ટર્સ, 1,750+ એન્ટરપ્રાઇઝ ક્લાયન્ટ અને 30+ સરકારી પ્રોજેક્ટ્સમાં સક્રિય ભાગીદારી ધરાવતાં એક વિસ્તૃત નેટવર્કનો આનંદ માણે છે. કંપની 970+ ટીવી ચેનલોની એક શાનદાર સૂચિ પ્રસ્તુત કરે છે, જેમાં 130થી વધુ ચેનલો જીટીપીએલની માલિકીની અને સંચાલિત પ્લેટફોર્મ સેવાઓ છે. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં, કંપની પાસે 9.60 મિલિયન સક્રિય ડિજિટલ કેબલ ટીવી સબ્સ્ક્રાઇબર્સ અને 1.04 મિલિયન બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ છે અને લગભગ 5.95 મિલિયનનો બ્રોડબેન્ડ હોમ-પાસ છે.
સેફ હાર્બર
અપેક્ષિત ભાવિ ઘટનાઓ, કંપનીના નાણાકીય અને સંચાલન પરિણામો વિશેના કોઈપણ આગળ દેખાતા નિવેદનો અમુક ધારણાઓ પર આધારિત છે જેની પરિપૂર્ણતાની કંપની બાંહેધરી આપતી નથી. આ નિવેદનો જોખમો અને અનિશ્ચિતતાને આધીન છે. વાસ્તવિક પરિણામો વ્યક્ત અથવા ગર્ભિત પરિણામોથી નોંધપાત્ર રીતે અથવા ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. મહત્વના વિકાસ કે જે કંપનીની કામગીરીને અસર કરી શકે છે તેમાં ઉદ્યોગમાં ઘટાડો, વૈશ્વિક અથવા સ્થાનિક અથવા બંનેમાં, ભારતમાં રાજકીય અને આર્થિક વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો અથવા વિદેશના મુખ્ય બજારો, કર કાયદા, મુકદ્દમા, મજૂર સંબંધો, વિનિમય દરમાં વધઘટ, તકનીકી ફેરફારો, રોકાણ અને વ્યવસાયની આવક, રોકડ પ્રવાહના અંદાજો, વ્યાજ અને અન્ય ખર્ચ. કંપની તેની તારીખ પછીની ઘટનાઓ અથવા સંજોગોને પ્રતિબિંબિત કરવા માટે આગળ દેખાતા નિવેદનોને અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતી નથી.
લોગો: https://mma.prnewswire.com/media/1982843/GTPL_Logo.jpg
Share this article