યુએસટી ભારતની પ્રતિષ્ઠિત સાયબર સિક્યુરિટી ઇવેન્ટ - c0c0n 2024માં કેપ્ચર ધ ફ્લેગ (સીટીએફ) સ્પર્ધામાં ટોચના ત્રણ સ્થાન મેળવ્યા
- c0c0n 2024 એ ભારતની સૌથી લાંબી ચાલતી અગ્રણી આંતરરાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ છે, જે ઇનોવેશન અને કોઓરેશનને પ્રોત્સાહન આપે છે અને આ તેની 17મી આવૃત્તિમાં છે.
- સમગ્ર ભારતમાં ભાગ લેનાર 35 ટીમોમાંથી ટોચના 3 વિજેતા તરીકે યુએસટી ટીમોને પસંદ કરવામાં આવી હતી
બેંગલુરુ, ભારત અને ગાંધીનગર, ભારત, Dec. 2, 2024 /PRNewswire/ -- ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સોલ્યુશન્સમાં અગ્રેસર યુએસટી એ 'કેપ્ચર ધ ફ્લેગ' સ્પર્ધામાં ટોચના ત્રણ સ્થાનો જીતીને તેની ઉત્તમતા દર્શાવી છે, c0c0n 2024 કોન્ફરન્સ, જે ભારતની અગ્રણી આંતરરાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ છે, જેનું આયોજન ધ લીલા, ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું. c0c0n સ્પર્ધા ઇન્ફર્મેશન સિક્યુરિટી રિસર્ચ એસોસિએશન (આઈએસઆરએ) દ્વારા આયોજિત કરવામાં આવી છે, જેઓ માહિતી સુરક્ષા અને ગોપનીયતાના પ્રદર્શન, શિક્ષણ, નવીનતા અને જાગૃતિ વધારવા માટે સમર્પિત છે.
આ વર્ષની કેપ્ચર ધ ફ્લેગ (સીટીએફ) સ્પર્ધાનું નામ ડોમ-સીટીએફ થી બદલીને બીઇએસઇસી.સીટીએફ રાખવામાં આવ્યું છે, અને તેમાં વેબ પડકારો, રિવર્સ એન્જિનિયરિંગ, ક્રિપ્ટોગ્રાફી, એપીઆઇ એક્સપ્લોઈટેશન, ડિજિટલ ફોરેન્સિક્સ અને સ્ટેગનોગ્રાફી સહિત વિવિધ સાયબર સુરક્ષા પડકારો દર્શાવવામાં આવ્યા છે, જે એથિકલ હેકર્સને તેમની પ્રતિભા દર્શાવવા અને અદ્યતન પડકારોનો સામનો કરવા આ ક્ષેત્રમાં તેમની ક્ષમતાનું પ્રદર્શન કરવા માટે એક આદર્શ મૈદાન પૂરો પાડે છે.
શાઈન મોહમ્મદ,ઈન્ફોર્મેશન સિક્યુરિટી લીડ અને આનંદ શ્રીકુમાર, ઈન્ફોર્મેશન સિક્યુરિટી એનાલિસ્ટની આગેવાની હેઠળ, ટીમ R38007 વિજેતા તરીકે ઉભરી આવી જ્યારે શિબીન બી શાજી, ઈન્ફોર્મેશન સેક્યુરીટી લીડ અને ગોકુલ કૃષ્ણ એસ, ઈન્ફોર્મેશન સિક્યુરિટી એનાલિસ્ટની આગેવાની હેઠળની localgho5t ટીમે પ્રથમ રનરઅપનું સ્થાન મેળવ્યું. વિષ્ણુ પ્રસાદ પી જી, ચીફ ઈન્ફોર્મેશન સિક્યુરિટી ઓફિસર અને સાઇબર નિન્જાસ ટીમના ઇન્ફોર્મેશન સિક્યુરિટી એનાલિસ્ટ અતુલ નાયર સેકન્ડ રનરઅપના સ્થાને આવ્યા. વિજેતા ટીમને ERNW જર્મનીના સંશોધક ડેવિડ બાપ્ટિસ્ટ અને બીગલ સિક્યુરિટીના સીઈઓ રેજા રહીમ તરફથી એવોર્ડ મળ્યો હતો. ત્રણે વિજેતા ટીમો યુએસટીના ઈન્ફોર્મેશન સિક્યુરિટી વિભાગના છે.
આ જીત વિશે બોલતા, આદર્શ નાયરે, ડાયરેક્ટર અને ગ્લોબલ હેડ ઓફ ઇન્ફોર્મેશન સિક્યુરિટી કમ્પ્લાયન્સ, યુએસટી, જણાવ્યું હતું કે, " વિવિધ સાયબર સિક્યુરિટી પડકારોનો સામનો કરવા માટે સ્કીલ અને સમસ્યા-નિરાકરણ કરવાની ક્ષમતાના અસાધારણ પ્રદર્શન માટે હું યુએસટીની ઇન્ફોર્મેશન સિક્યુરિટી ટીમના સભ્યોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.
જેમ જેમ ડિજિટલ લેન્ડસ્કેપ બદલાય છે અને એઆઈ કેન્દ્રમાં આવે છે, અને મજબૂત સાયબર સિક્યુરિટી ઇનોવેશન અને પ્રગતિનો મૂળભૂત આધારસ્તંભ બને છે. સીટીએફ જેવી સ્પર્ધાઓ સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સને ઉછેરવા, તેમની કુશળતાને વધુ સારી બનાવવા અને બુદ્ધિ અને વ્યૂહરચનાનાં ઉચ્ચ જોખમની લડાઈમાં સ્પર્ધા કરવા માટે સીમાઓને વિસ્તારવા માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ તરીકે સેવા આપે છે. આ સીમાચિહ્ન હાંસલ કરીને, યુએસટી ટેકનિકલ નિપુણતા વધારવા, ટીમવર્કને પ્રોત્સાહન આપવા અને ડિજિટલ ઇકોસિસ્ટમ્સની સલામતી અને સુગમતાની ખાતરી કરવા માટે નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટેની તેની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે."
c0c0nની 17મી આવૃત્તિમાં વિશ્વભરના સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સ, ઉદ્યોગ અગ્રણીઓ, સંશોધકો અને ઉત્સાહીઓને એકસાથે લાવવામાં આવ્યા હતા, જે મુખ્ય આંતરરાષ્ટ્રીય સાયબર સિક્યુરિટી ઇવેન્ટ તરીકે તેની પ્રતિષ્ઠાને વધુ મજબૂત બનાવે છે. યુએસટીની ઇન્ફોર્મેશન સિક્યુરિટી ટીમોએ પણ 2023 સીટીએફ સ્પર્ધામાં વિજેતા અને પ્રથમ રનર-અપ સ્થાન મેળવ્યું હતું..
યુએસટી વિશે
1999થી, યુએસટી એ વિશ્વની શ્રેષ્ઠ કંપનીઓ સાથે મળીને કામ કર્યું છે, જેથી પરિવર્તન દ્વારા શક્તિશાળી અસર થઈ શકે.
ટેક્નોલોજીના જોરથી, લોકોથી પ્રેરિત થઈને અને અમારા હેતુથી ગળ આવીને, અમે અમારા ગ્રાહકો સાથે ડિઝાઇનથી ઓપરેશન સુધી સહયોગ કરીએ છીએ. અમારા ડિજિટલ સોલ્યુશન્સ, પ્રોપાઈટરી પ્લેટફોર્મ, એન્જિનિયરિંગ સ્કીલ્સ અને ઇનોવેશન ઇકોસિસ્ટમ મૂળભૂત પડકારોને પ્રભાવશાળી, નવીન સોલ્યુશન્સ માં ફેરવે છે. ઉદ્યોગના ઊંડા જ્ઞાન અને ભાવિ-તૈયાર માનસિકતા સાથે, અમે અમારા ગ્રાહકોની સંસ્થાઓમાં નવીનતા અને ચપળતાનો સમાવેશ કરીએ છીએ - તેઓ, તેમના ગ્રાહકો અને વિશ્વભરના સમુદાયો માટે માપી શકાય તેવું મૂલ્ય અને સકારાત્મક સ્થાયી પરિવર્તન લાવે છે.એકસાથે, 30 થી વધુ દેશોમાં 30,000 થી વધુ કર્મચારીઓ સાથે, અમે અસીમિત અસર બનાવી રહ્યા છીએ - પ્રક્રિયામાં અબજો જીવનને સ્પર્શી રહ્યા છીએ.અમારી www.UST.com પર મુલાકાત લો.
મીડિયા સંપર્કો, યુએસટી:
ટીનુ ચેરિયન અબ્રાહમ
+1 (949) 415-9857 (યુએસ)
+91-7899045194 (ભારત)
મેરિક લારેવેઆ
+1 (949) 416-6212
નેહા મિસ્ત્રી
+44-7341787926
રોશિની દાસ કે
+91-7736795557
મીડિયા સંપર્કો, ભારત.:
એડફેક્ટર્સ પીઆર
[email protected]
મીડિયા સંપર્કો, યુ.એસ.:
એસ એન્ડ સી પીઆર
+1-646.941.9139
[email protected]
માકોવ્સ્કી
[email protected]
મીડિયા સંપર્કો, યુ.કે.:
એફટીઆઈ કન્સલ્ટિંગ
[email protected]
Share this article