જીટીપીએલ હેથવે તેની કામગિરીમાંથી સૌથી વધુ ત્રિમાસિક આવકનો રેકોર્ડ કરે છે
અમદાવાદ, ભારત, જુલાઈ 18, 2023 /PRNewswire/ -- જીટીપીએલ હેથવે લિમિટેડ, ભારતના સૌથી મોટા ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા અને અગ્રણી બ્રોડબેન્ડ સેવા પ્રદાતાએ જૂન 30, 2023 ના સમાપ્ત થતા ક્વાર્ટર માટે તેમના નાણાકીય પરિણામોની જાહેરાત કરી.
મુખ્ય નાણાકીય હાઇલાઇટ્સ:
- ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 24 ની આવક -11% ક્વાર્ટર-દર-ક્વાર્ટર અને 21% વર્ષ-દર-વર્ષ ની વૃદ્ધિ સાથે₹7,806 મિલિયન પર પહોંચી ; સબ્સ્ક્રિપ્શન આવક 8% થી ક્વાર્ટર-દર-ક્વાર્ટર અને 9% થી વર્ષ-દર-વર્ષ વધી છે
- ક્વાર્ટર1 નાણાકીય વર્ષ 24 ટેક્સ પછીનો પ્રોફિટ ₹ 360 મિલિયન પર પહોંચ્યો
- સીએટીવી બિઝનેસના સક્રિય સબ્સ્ક્રાઇબર્સમાં વર્ષ-દર-વર્ષ 650K થી વધારો થયો; 30-જૂન-23ના રોજ સક્રિય સબ્સ્ક્રાઇબર્સ 9.05 મિલિયન પર પહોંચ્યા
- બ્રોડબેન્ડ બિઝનેસ સક્રિય સબ્સ્ક્રાઇબર્સમાં વર્ષ-દર-વર્ષ 115K થી વધારો થયો; 30-જૂન-23 ના રોજ સક્રિય સબ્સ્ક્રાઇબર્સ 960K પર પહોંચ્યા અને હોમપાસ 5.40 મિલિયન પહોંચ્યા
- બ્રોડબેન્ડ બિઝનેસ માટે એઆરપીયુ વર્ષ-દર-વર્ષ ₹ 10/- થી વધીને ₹460/- પર છે
- મહારાષ્ટ્ર અને કર્ણાટકના મુખ્ય પ્રવર્તમાન માર્કેટમાં હાજરીમાં વધારો કરવા માટે મેટ્રો કાસ્ટ નેટવર્ક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડનો 34.34% હિસ્સો મેળવ્યો છે
વિગતો (₹ મિલિયન માં) |
ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 24 |
ક્વાર્ટર 1 નાણાકીય વર્ષ 23 |
વર્ષ-દર-વર્ષ વૃદ્ધિ |
ક્વાર્ટર 4 નાણાકીય વર્ષ 23 |
ક્વાર્ટર-દર-ક્વાર્ટર વૃદ્ધિ |
ડિજિટલ કેબલ ટીવી આવક |
2,981 |
2,727 |
9 % |
2,753 |
8 % |
બ્રોડબેન્ડ આવક |
1,292 |
1,139 |
13 % |
1,246 |
4 % |
કુલ આવક |
7,806 |
6,454 |
21 % |
7,017 |
11 % |
ઈબીઆઈટીડીએ |
1,258 |
1,354 |
1,112 |
||
ઈબીઆઈટીડીએ માર્જિન (%) |
16.1 % |
21.0 % |
15.9 % |
||
ટેક્સ પછીનો નફો |
360 |
443 |
-124 |
બિઝનેસ પ્રદર્શનની હાઇલાઇટ
ડિજિટલ કેબલ ટીવી
- સક્રિય સબ્સ્ક્રાઇબરોમાં ક્વાર્ટર-દર-ક્વાર્ટર 100K અને વર્ષ-દર-વર્ષ 650K જેટલો વધારો થયો
- સબ્સ્ક્રિપ્શનની આવકમાં ક્વાર્ટર-દર-ક્વાર્ટર 8% અને વર્ષ-દર-વર્ષ 9% જેટલો વધારો થયો
- આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, ઉત્તર-પૂર્વ, દિલ્હી, હરિયાણા અને ઉત્તરાખંડમાં આક્રમકપણે વિસ્તરણ થઇ રહ્યું છે
- મહારાષ્ટ્ર અને કર્ણાટક ના મુખ્ય માર્કેટમાં હાજરી વધારવા માટે મેટ્રો કાસ્ટ નેટવર્ક્સ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડમાં હિસ્સો મેળવ્યો
બ્રોડબેન્ડ
- બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબરોમાં 115K નો વધારો, વર્ષ-દર-વર્ષ 14 % નો વધારો
- 30 જૂન, 2023 ના રોજ, હોમપાસ 5.40 મિલિયન પર પહોંચ્યું - વર્ષ-દર-વર્ષ 550K નો ઉમેરો. 5.40 મિલિયનમાંથી, 75% એફટીટીએક્સ કન્વર્ઝન માટે ઉપલબ્ધ છે
- બ્રોડબેન્ડ એવરેજ રેવન્યુ વપરાશકર્તા દીઠ (એઆરપીયુ) પ્રતિ સબસ્ક્રાઇબર દર મહિને ₹ 460 પર પહોંચ્યું
- 310 GB દર મહિને યુઝર દીઠ સરેરાશ ડેટા વપરાશ, વર્ષ-દર-વર્ષ 19% નો વધારો
પરિણામો વિશે બોલતા, શ્રી. અનિરુદ્ધસિંહ જાડેજા, જીટીપીએલ હેથવે લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જણાવાયું હતું કે, "જીટીપીએલ દેશની સૌથી મોટી એમએસઓ અને ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને બ્રોડબેન્ડ ખેલાડી છે. અમે બંને બિઝનેસ સેગમેન્ટમાં સતત સક્રિય સબ્સ્ક્રાઇબર બેઝ ઉમેરી રહ્યા છીએ અને અમારો ધ્યેય અમે અમારા ગ્રાહકોની અપેક્ષાઓ સારી રીતે પૂરી કરીએ તેની ખાતરી કરી એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે કંપની વૃદ્ધિના આ માર્ગ પર અડગપણે ટકી રહે છે."
જીટીપીએલ હેથવે લિમિટેડ વિશે
જીટીપીએલ હેથવે લિમિટેડ ડિજિટલ કેબલ ટીવી સેવાઓ પ્રદાન કરતી ભારતની સૌથી મોટી એમએસઓ છે અને તે ભારતમાં અગ્રણી બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓમાંની એક છે. કંપની ગુજરાતમાં સૌથી મોટી ડિજિટલ કેબલ ટીવી અને વાયરલાઇન બ્રોડબેન્ડ સેવા પ્રદાતા છે અને પશ્ચિમ બંગાળમાં અગ્રણી ડિજિટલ કેબલ ટીવી સેવા પ્રદાતા છે. કંપનીની ડિજિટલ કેબલ ટીવી સેવાઓ ગુજરાત, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, ઓડિશા, આસામ, ત્રિપુરા, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, દિલ્હી, હરિયાણા અને ઉત્તરાખંડ સહિતના ભારતભરના 22 રાજ્યોમાં 1,500 થી વધુ નગરોમાં પહોંચી છે. 30 જૂન, 2023 સુધીમાં, કંપની પાસે આશરે 9.05 મિલિયન સક્રિય ડિજિટલ કેબલ ટીવી સબ્સ્ક્રાઇબર્સ અને 9,60,000 બ્રોડબેન્ડ સબ્સ્ક્રાઇબર્સ અને લગભગ 5.40 મિલિયન બ્રોડબેન્ડ હોમપાસ છે.
સુરક્ષિત ઘટના
અપેક્ષિત ભાવિ ઘટનાઓ, કંપનીના નાણાકીય અને સંચાલન પરિણામો વિશેના કોઈપણ ભવિષ્યલક્ષી નિવેદનો અમુક ધારણાઓ પર આધારિત છે જેની પરિપૂર્ણતાની બાંહેધરી કંપની આપતી નથી. આ નિવેદનો જોખમો અને અનિશ્ચિતતાને આધિન છે. વાસ્તવિક પરિણામો અભિવ્યક્ત અથવા સૂચિત પરિણામોની સરખામણીમાં નોંધપાત્ર રીતે અથવા ભૌતિક રીતે અલગ હોઈ શકે છે. મહત્વપૂર્ણ વિકાસ જે કંપનીના સંચાલનને અસર કરી શકે છે તેમાં ઉદ્યોગમાં ઘટાડાની દિશા, વૈશ્વિક અથવા સ્થાનિક અથવા બંને, ભારતમાં રાજકીય અને આર્થિક વાતાવરણમાં નોંધપાત્ર ફેરફારો અથવા વિદેશના મુખ્ય બજારો, ટેક્સ કાયદાઓ, મુકદ્દમા, મજૂર સંબંધો, વિનિમય દરમાં વધઘટ, તકનીકી ફેરફારો, રોકાણ અને વ્યવસાયની આવક, રોકડ પ્રવાહના અંદાજો, વ્યાજ અને અન્ય ખર્ચનો સમાવેશ થાય છે. કંપની સંબંધિત તારીખ પછીની ઘટનાઓ અથવા સંજોગોને પ્રતિબિંબિત કરવા માટે ભવિષ્યલક્ષી નિવેદનોને અપડેટ કરવાની કોઈ જવાબદારી લેતી નથી.
Logo - https://mma.prnewswire.com/media/1982843/GTPL_Logo.jpg
Share this article