ઇન્ટાસે ભારતીય દર્દીઓ માટે ઓટો-ઇમ્યુન કન્ડિશન એટોપિક ડર્મેટાઈટિસ (એડી)માં ડીસીજીઆઇ-એપ્રૂવ્ડ ટોફેસાઇટિનિબ ટોપિકલ (JAKi) લોન્ચ કરી
અમદાવાદ, ગુજરાત, જૂન 29, 2023 /PRNewswire/ -- વિશ્વભરમાં કાર્યરત ભારતની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાંની એક ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ. કંપનીએ હળવાથી મધ્યમ એટોપિક ડર્મેટાઇટિસ (AD) રોગની તીવ્ર અસર ધરાવતા 18 વર્ષ અને તેથી વધુ ઉંમરના દર્દીઓની સારવાર માટે માટે TOFATAS, ડીસીજીઆઇ-એપ્રૂવ્ડ, Tofacitinib Ointment 2% w/w લોન્ચ કરી છે.
એટોપિક ડર્મેટાઇટિસ (એડી) એક તીવ્ર દાહક, બિન-ચેપી અને ફરી ફરી થતો ચામડીનો રોગ છે, જે મોટા ભાગે તમામ વય જૂથોમાં વિકસે છે. એટોપિક ડર્મેટાઇટિસ એ આનુવંશિક, પર્યાવરણીય અને રોગપ્રતિકારક પરિબળો વચ્ચેની જટિલ ક્રિયાપ્રતિક્રિયાથી ઉદ્દભવતો એક બહુપરિમાણીય રોગ છે. અપૂર્ણ જરૂરિયાતો હોવા છતાં, ભારતમાં એટોપિક ડર્મેટાઇટિસ (એડી) માટે ક્રિયાની નવી પદ્ધતિ સાથેની ટોપિકલ થેરપની રજૂઆતને લગભગ 15 વર્ષ વીતી ગયાં છે. સતત ખંજવાળ, ઊંઘમાં ખલેલ, શાળા/કામમાં નબળી કામગીરી, અને સામાજિક, માનસિક અને ભાવનાત્મક કામગીરીમાં અસર જેવા પરિબળોને કારણે એટોપિક ડર્મેટાઇટિસ (AD) થી પીડિત દર્દીઓના જીવનની ગુણવત્તાને હાનિ પહોંચે છે.
ADના સંચાલનમાં હાલની થેરાપીઓ (ટોપિકલ કોર્ટીકોસ્ટેરોઈડ્સ/ટોપિકલ કેલ્સીન્યુરિન ઇન્હિબિટર્સ)માં રહેલી સલામતી સમસ્યાઓ હંમેશા લાંબા ગાળે એક પડકાર બની રહી છે કારણ કે તેમાં રહેલાં આડઅસરોનાં જોખમો દર્દીના જીવનની ગુણવત્તાને અસર કરે છે. વધુમાં, એટોપિક ડર્મેટાઇટિસની વિશિષ્ટ લાક્ષણિકતાઓને લીધે, તેનું સંચાલન એક પડકાર રહે છે.
ડૉ. કબીર સરદાના, એમડી, ડીએનબી, એમએનએએમએસ, આરએમએલ હોસ્પિટલ, દિલ્હીના પ્રોફેસર (ડર્મેટોલૉજી)એ જણાવ્યું હતું કે ''ભારતમાં આજની તારીખમાં કોઈ મંજૂર ટોપિકલ JAK ઇન્હિબિટર્સ ઉપલબ્ધ નથી અને આથી TOFATAS OINTMENT 2% ની મંજૂરી એટોપિક ડર્મેટાઇટિસ માટે સ્ટીરોઈડ-મુક્ત ટોપિકલ એજન્ટ મેળવવા ઇચ્છતા દર્દીઓને મદદ કરશે. અમે આશા રાખીએ છીએ કે ભારતમાં આ એજન્ટને આપવામાં આવેલી મંજૂરીઓ વાસ્તવિક-વિશ્વ ડેટા પ્રતિબિંબિત કરે છે.''
ડૉ. સતીશ ઉદારે, સિનિયર કન્સલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ, થાણે/નવી મુંબઈએ જણાવ્યું હતું કે ''એટોપિક ડર્મેટાઇટિસ એ એક ક્રોનિક રિલેપ્સિંગ સ્થિતિ છે જે જીવનની નબળી ગુણવત્તા અને મનોસામાજિક ગૂંચવણો તરફ દોરી જાય છે. વર્તમાન થેરપી જરૂરિયાતો પૂરી કરી શકતી નથી. અમે ડીસીજીઆઇ-મંજૂર નવા ટોપિકલ Tofacitinib 2%નું સ્વાગત કરીએ છીએ, જે આ પીડિતોને નવી આશા આપશે.''
ડૉ. આલોક ચતુર્વેદી, (એસોસિયેટ એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને હેડ-મેડિકલ અફેર્સ, ઇન્ટાસ)એ જણાવ્યું હતું કે ''ઇન્ટાસ ડર્મેટોલોજી થેરપીમાં અગ્રેસર છે, ટોફાટાસ ઓઇન્ટમેન્ટ - એક એવી દવા જે ઇચ્છિત પરિણામ અને એટોપિક ડર્મેટાઇટિસના દર્દીઓ માટે ક્લિનિકલ લાભો પહોંચાડે છે. ઇન્ટાસ કંપનીએ તે માટે વ્યાપક સંશોધન પ્રયાસોમાં રોકાણ કરીને હિંમતભેર અને સફળતાપૂર્વક સારવારના આ મહત્ત્વના અંતરને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ભારતમાં એટોપિક ડર્મેટાઇટિસના દર્દીઓમાં TOFATAS (Tofacitinib Ointment 2% w/w) ના ત્રીજા તબક્કાના ક્લિનિકલ અભ્યાસે નોંધપાત્ર સલામતી અને અસરકારકતા દર્શાવી છે.''
ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ વિશે
ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ લિ. એ અમદાવાદ, ભારતમાં સ્થિત એક અગ્રણી, વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની છે, જે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટસ (API) ના બેકવર્ડ ઇન્ટિગ્રેશન સાથે ફોર્મ્યુલેશન ડેવલપમેન્ટ, મેન્યુફેક્ચરિંગ અને માર્કેટિંગની એન્ડ-ટુ-એન્ડ ક્ષમતાઓ ધરાવે છે. કંપનીમાં 19,000 થી વધુ કર્મચારીઓ છે, વિશ્વભરમાં 14 અત્યંત અદ્યતન ઉત્પાદન સાઇટ્સ છે અને કંપની 85 થી વધુ દેશોમાં ઉત્પાદનો વેચે છે. નાણાકીય વર્ષ 2021-22માં ઇન્ટાસની આવક USD 2.5 બિલિયન જેટલી હતી અને છેલ્લાં 5 વર્ષમાં આવકનો ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર 22% રહ્યો છે.
વધુ માહિતી માટે, કૃપા કરીને મુલાકાત લો www.intaspharma.com.
મીડિયા સંપર્ક:
Media Contact:
Ms. Vibhuti Bhatt
Director
One Advertising & Communication Services Ltd.
Mobile: +91-9824079734
Email: [email protected]
Share this article